હીરાસર એરપોર્ટમાં કસ્ટમ અને ઈમિગ્રેશનની પ્રક્રિયા શરુ

  • August 21, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓકટોબર મહિનાથી હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થઈ જશે તેવી ઓથોરીટી ની જાહેરાત બાદ હવે કસ્ટમ અને ઈમિગ્રેશનની મંજૂરીની મહોર લાગે તેના પર મીટ મંડાયેલી છે. નવા ટર્મિનલ પર બે પાર્ટમાં નેશનલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થશે તે પહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડોના આધારે કસ્ટમ અને ઈમિગ્રેશન માટે ગૃહ અને નાણામંત્રાલયને ઓથોરિટી દ્રારા એપ્લિકેશન કરવામાં આવી છે. આથી હવે સરકાર દ્રારા યારે આ મંજૂરી મળશે ત્યાંથી એરપોર્ટ શ થશે તેવી ઓથોરિટી સત્તાવાર સ્પષ્ટ્રતા કરી છે.
હવે એ જોવાનું છે કે કસ્ટમ અને ઈમિગ્રેશનના માપદંડો પર એરપોર્ટ તત્રં ખં ઉતરશે કે કેમ? એરપોર્ટ ઓથોરિટી દ્રારા સરકારને આ બાબતે સત્તાવાર જાણ કરીને કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગ તૈયાર હોવાનું ઓથોરિટીએ લેટર માં ઉલ્લેખ કર્યેા છે. આથી હવે ડીજીસીએ દ્રારા ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવશે.
એરપોર્ટ ખાતેના મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગનું કામ જોરશોર થી ચાલી રહ્યું છે. જણાવ્યા મુજબ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલ બિલ્ડીંગમાં ડિપારચર માં ઈમિગ્રેશનના ૧૨ કાઉન્ટર અને અરાઇવલમાં ૧૬ કાઉન્ટર તૈયાર થઈ ચૂકયા છે. યારે કસ્ટમ માટેના એક એક કાઉન્ટર અરાઈવલ અને ડિપારચરમાં બનીને તૈયાર છે. ઇમિગ્રેશન માટે હોમ મિનિસ્ટ્રી ને અને કસ્ટમ માટે ફાઇનાન્સ મંત્રાલયને રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ પત્ર લખીને જાણ કરી છે.
એરપોર્ટ ઓથોરિટી દ્રારા જુલાઈ મહિનામાં જ આ પત્ર મોકલી દેવામાં આવ્યો છે. આગામી ઓકટોબર મહિનાથી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉડાન ભરશે તેવી સત્તાવાર જાહેરાત ઓથોરિટીએ જુલાઈ મહિનામાં કરી હતી. ત્યારબાદ વિન્ટર શેડયુઅલ જાહેર કરાયું હતું જેમાં એક પણ ઇન્ટરનેશનલ લાઈટ ની કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.
હવે પેસેન્જરો એ વાટ જોઈ રહ્યા છે કે , આગામી ઓકટોબર મહિનામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થઈ ગયા બાદ વિદેશ પ્રવાસ માટે પ્રથમ કઈ લાઈટ મળે છે? આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર હજુ સુધી એક પણ એરલાઈન્સએ ઇન્ટરનેશનલ લાઇટ શ કરવા માટેની તૈયારી દર્શાવવી નથી.
બીજી તરફ ટર્મિનલ બિલ્ડીંગનું કામ પૂં જોસના ચાલી રહ્યું છે. એરપોર્ટ ડાયરેકટરની નવા બિલ્ડીંગમાં ઓફિસ કાર્યરત થઈ ચૂકી છે યારે એટીસી ટાવર ટેકનિકલ બ્લોકમાં આવેલ છે તે હજુ સુધી શ થયું નથી.
ઓકટોબર મહિનાને આજે હવે દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઓછા સમયમાં વધુ કામ જેવી પરિસ્થિતિ ઓથોરિટી માટે આવીને ઊભી રહી ગઈ છે. ઈમિગ્રેશન અને કસ્ટમ માટે રજૂઆત થયા બાદ હવે કયારે ડી જી સી એ ની ટિમ ચેકિંગમાં આવે તેના પર નજર મંડાયેલી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application