આગામી તારીખ ૨૫ સુધી ગરમીમાં કોઈ પ્રકારની રાહત મળે તેમ નથી તેવી વાત હવામાન ખાતાએ તેમના બુલેટિનમાં કરી છે. દરમિયાનમાં મંગળવારે અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન નો પારો ૪૫ ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી ઐંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૫.૪ ડિગ્રી નોધાયું છે. અમરેલી અને ગાંધીનગરમાં ૪૫ તથા અમદાવાદમાં ૪૫.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
રાયના અન્ય શહેરોના મહત્તમ તાપમાન પર નજર કરીએ તો મંગળવારે રાજકોટમાં ૪૩.૭ ભાવનગરમાં ૪૩.૮ ભુજમાં ૪૨.૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. વડોદરા છોટાઉદેપુર દાહોદ ડાંગ ડીસા નર્મદા અને સુરતમાં પણ ૪૨ થી ૪૪.૬ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.
તાપમાનનો આજે જાણે નવો રેકોર્ડ સ્થપાવાનો હોય તેમ સવારથી જ રાયભરમાં લઘુતમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી જેટલું ઉચ્ચકાયું છે. રાજકોટમાં ગઈકાલે સવારનું લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી હતું કે આજે સવારે વધીને ૨૬.૨ ડિગ્રી થઈ ગયું છે અને ગણતરીના કલાકોમાં જ સવારે ૮:૩૦ વાગ્યે લઘુતમ તાપમાનનો પારો ૩૧.૬ ડિગ્રી પહોંચી ગયો હતો. રાયના તમામ શહેરોમાં સવારથી જ ગરમી એ જોર પકડું છે.
આજે સતત બીજા દિવસે દ્રારકામાં સવારે ભેજનું પ્રમાણ ૯૧ ટકા રહ્યું હતું. આકાશમાં ભેજવાળા વાદળો છવાયા છે. ઓખામાં ૭૯ પોરબંદરમાં ૮૦ રાજકોટમાં ૬૩ વેરાવળમાં ૮૫ અને દમણમાં ૮૪% ભેજ આજે સવારે નોંધાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech