ટી–૨૦થી આગળ વધીને હવે ટી–૧૦ અને ટી–૮ ક્રિકેટ મેેેેેેેેેેેેેેચ રમાવા લાગ્યા છે ત્યારે ટેસ્ટ ક્રિકેટના જૂના જમાના જેવી વિચારધારાને અનુરૂપ જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. શહેરમાં એક સમયે યાં આગળ આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટ મેચો રમાતા અને હાલમાં અંડર–૧૩ ટૂર્નામેન્ટ પણ રમાતી નથી તેવા રેસકોર્સ રિનોવેશન માટે બજેટમાં રૂા.૧.૫૦ કરોડનું આંધણ મંજૂર કરવામાં આવતાં ભારે આર્ય સર્જાયુ છે. રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં હાલમાં ક્રિકેટ એકેડમીના સંચાલકો પણ બાળકોને ક્રિકેટ કોચિંગ આપવા માટે જતા નથી તેવા સમયે આ સ્ટેડિયમનું રિનોવેશન કરવાનું અચાનક કારણ શું હોઈ શકે? તે અંગે તર્ક–વિતર્કેા થઈ રહ્યા છે.
એક તરફ બજેટમાં બોકસ ક્રિકેટ માટે ગત વર્ષે જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ તે જોગવાઈ મુજબ આજની તારીખ સુધી બોકસ ક્રિકેટ પીચ ડેવલપ થઈ શકી નથી. બીજી બાજુ સ્ટેડિયમના રિનોવેશનનો પ્રોજેકટ મૂકવામાં આવ્યો છે તેનાથી ભારે આર્ય સર્જાયુ છે. સૌ જાણે છે કે હાલમાં ટિનેજર્સ અને યગં જનરેશનમાં બોકસ ક્રિકેટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફકત શહેરના કાલાવડ રોડ ઉપર જ ખાનગી માલિકીના વિવિધ પ્લોટમાં બોકસ ક્રિકેટ માટે ૨૦થી વધુ સ્થળોએ પીચ ડેવલપ થઈ છે. ત્યારે બોકસ ક્રિકેટ માટે રકમ ફાળવવાની કે શહેરના અનેક વિસ્તારોમાં આવેલા મહાપાલિકાના ટીપી સ્કીમોના રિઝર્વેશનના પ્લોટમાં બોકસ ક્રિકેટ શરૂ કરવાના બદલે ક્રિકેટ સ્ટેડિયમ પાછળ ૧.૫૦ કરોડનું આંધણ કરવાનું કેમ વિચારવામાં આવ્યું? તે બાબત અધિકારીઓ પણ સમજી શકયા નથી. મ્યુનિ. કમિશનરએ આપેલા બજેટમાં સ્ટેડિયમના રિનોવેશન માટે કોઈ જોગવાઈ કરી ન હતી. યારે શાસકોએ પાછળથી ૧૮ નવી યોજનાઓ ઉમેરી તેમાં આ યોજના ઉમેરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech