જન્માષ્ટ્રમી પર્વ દરમિયાન રાયભરમાં પડેલા તોફાની વરસાદમાંથી રાજકોટ જિલ્લો પણ બાકાત રહ્યો ન હતો અને ગ્રામ્ય વિસ્તારો બોટમાં ફેરવાઈ ગયા હતા. ઉભા પાકને ભારે નુકસાન થયું છે. રાજકોટ જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા હવે વરસાદથી પાક નુકસાનમાં સર્વે ચાલી રહ્યો છે તેમાં ૧૦૮ ગામમાં થયેલા સર્વેમાં ૫.૫૦ કરોડ રૂપિયાનું ખેડુતોને પાક નુકસાન થયાનું સરકારી ચોપડે તારણ નીકળ્યું છે. જિલ્લ ામાં ૫૦૦ ગામમાં વરસાદની અસર થઈ છે અને આવતા સાહ સુધીમાં સર્વે પુર્ણ થઈ જશે તેવું કલેકટર તંત્રનું માનવું છે.
આ સંદર્ભે કલેકટર પ્રભવ જોષીેએ આપેલી માહિતી મુજબ રાજકોટ જિલ્લ ામાં ઉપલેટા, ધોરાજી, પડધરી તાલુકામાં ખેત પાકને વધુ નુકસાન થયું છે. ૫૦૦ જેટલા ગામોને અસર થઈ છે. રાય સરકારની સુચના મુજબ પાક નુકસાનના સર્વેની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી ૧૦૮ ગામમાં સર્વે થયો છે જેમાં ૬૪૮૫ હેકટર જમીનમાં વાવેલા કપાસ, મરચા, તુવેરના પાકને નુકસાની થઈ છે અને આ નુકસાનીનો ૫.૫૦ કરોડનો અંદાજ લગાવાયો છે. અન્ય ગામોમાં સર્વેની કામગીરી ચાલુ છે અનેે આગામી સાહ સુધીમાં તમામ ગામમાં સર્વે પુર્ણ થઈ જશે.
પાક નુકસાનીના સર્વે બાદ રીપોર્ટ રાજય સરકારને મોકલવામાં આવશે અને ખેડૂતોને સરકાર દ્રારા નકકી થયા મુજબનું વળતર ચુકવવામાં આવશે. આ સર્વેમાં ૩૩ ટકાથી વધુ નુકસાની થઈ હોય તેવા ખેતરોને આવરી લેવામાં આવ્યા છે. સરકારી તત્રં દ્રારા જે રીતે ૧૦૮ ગામમાં ૬૪૮૫ હેેકટર જમીન એટલે કે, ૧૬,૨૦૦ એકરથી વધુ જમીનમાં ૫.૫૦ કરોડનું નુકસાન દર્શાવેલું છે. જે આકં મુજબ જોઈએ તો સરેરાશ એકર દીઠ ૩૩૦૦ રૂપિયા જેવું ખેડૂતોને વળતર મળી શકે છે.
હવે ખેડૂતોએ શું વાવેતર કયુ તે ઓનલાઈન દેખાશે
ડીજીટલ યુગમાં માનનારી કેન્દ્ર સરકાર દ્રારા ખેતીને પણ ઓનલાઈન પધ્ધતિ તરફ લઈ જવાઈ રહી છે. ૭૧૨ સહિતના ખેતીના દસ્તાવેજો પુરાવાઓ નકશાઓ ઓનલાઈન થયા બાદ હવે ખેતર, વાડીમાં કયો પાક વાવ્યો છે તે પણ ઓનલાઈન થશે. કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ રાજકોટ જિલ્લ ામાં સર્વે હાથ પર લેવાયો છે અને ડિસેમ્બર સુધીમાં રાજકોટ જિલ્લ ાના દરેક ખેતર, વાડીમાં શું પાક વાવ્યા છે તે તમામ વિગત આંગળીના ટેરવે ઓનલાઈન થઈ જશે.
કેન્દ્ર સરકારના આ પ્રોજેકટ વિશે રાજકોટ જિલ્લ ા કલેકટર પ્રભવ જોષીએ આપેલી માહિતી મુજબ માહિતી મુજબ અત્યાર સુધી ખેતીવાડી વિભાગ દ્રારા કેટલા એકરમાં શું વાવેતર થયું છે ? તે નજરે જોઈને રીપોર્ટ ભરાતો હતો અને આ રીપોર્ટના આધારે કયા તાલુકા, જિલ્લ ામાં કેટલું વાવેતર અને કેટલો પાક ઉતરશે તેનો સર્વે થતો હતો. હવે એગ્રીસ્ટેક યોજના હેઠળ આ સર્વે ઓનલાઈન થશે. આ સર્વેમાં જે તે ગામના ગ્રામસેવક સુપરવાઈઝરની ભુમીકામાં રહેશે. ખેતીના જાણકાર વ્યકિત સર્વેયર મારફતે આ કામગીરી ચાલુ કરાવાઈ છે. જેમાં જે તે વ્યકિત ખેતર પર જશે અને જે ખેતરમાં પાકમાં વાવેતર થયું હશે તેનો ફોટો લેશે. એપમાં ખેતર, વાડી માલીકનું નામ લખી ફોટા સાથે અપલોડ કરશે. અત્યારે જિલ્લ ામાં ૫૦૦ જેટલી વ્યકિતઓ આ કામગીરી કરી રહ્યા છે.
ખેતર દીઠ અત્યાર સુધી ૧૦ રૂપિયા મહેનતાણું અપાતું હતું હવે તેમાં સરકાર દ્રારા તેમાં રૂા.૫નો વધારો કરી ખેતર સર્વે દીઠ રૂા.૧૫ ચુકવવામાં આવે છે. રાજકોટ જિલ્લ ામાં આ કામગીરી શરૂ થઈ છે અને ૬ ટકા જેટલું કામ પુર્ણ થયું છે.
આગામી ડિસેમ્બર માસ સુધીમાં આ એપ મારફતેની સર્વે કામગીરી પુર્ણ થઈ જશે તેવો અંદાજ છે. કામગીરી પુર્ણ થતાં પાકમાં કેટલો ઉતારો, કેટલું નુકસાન ? વળતર પેટે કેટલો વિમો મળી શકે ? તે સહિતની વિગતો આ એપ થકી ઓનલાઈન મળી શકશે અને પાક ઉત્પાદનના અંદાજથી જીડીપી ગ્રોથનો પણ સરકારને અંદાજ મળી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech