પ્રાકૃતિક અને રક્ષણાત્મક ખેતી થકી ગીર સોમનાથ જિલ્લ ાના ખેડૂતો પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યાં છે. કૃષિ ક્ષેત્રે થતાં મહત્તમ સંસાધનોનો ઉપયોગ અને સંશોધનો થકી ખેડૂતો પોતાની જમીનની ફળદ્રત્પપતાને પુન:જીવીત તો કરી જ રહ્યાં છે. આ સાથે જ અનેકવિધ મિશ્રપાકોના વાવેતર થકી આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે. ખેડૂત માલદેભાઈ લખમણભાઈ રામ પોતાના ૩ વિઘા ખેતરમાં ક્રોપકવરની મદદથી શિયાળામાં મરચીનું વાવેતર કરી અને પોતાની આવક વધારી રહ્યાં છે.
માલદેભાઈએ જણાવ્યું હતું કે, ૧ વિઘામાં મરચીના પાકના માધ્યમથી અંદાજિત રૂા.દોઢ લાખનું ઉત્પાદન મેળવી શકાય છે. આ રીતે મેં મારા ૩ વિઘા ખેતરમાં મરચીનું વાવેતર કયુ છે. યારે ખેતીની ટેકનોલોજીસભર નહોતી ત્યારથી હત્પં મરચીનું વાવેતર કં છું પરંતુ ટેકનોલોજી આવ્યા પછી હવે પરંપરાગત ખેતી કરતાં ખૂબ જ ફાયદો થયો છે. ટેકનોલોજીના કારણે શારીરિક શ્રમ ઘટો છે અને ખેત ઉત્પાદનમાં ફાયદો પહોંચે છે.
અમે મરચીનું વાવેતર અનેક પદ્ધતિથી કરેલું છે. પહેલા જમીનમાં ફગ ખૂબ જ પરેશાન કરતી હતી એટલે અમે ડિ્રપ પદ્ધતિથી ખેતી કરવા લાગ્યાં હતાં. જોકે, દર વર્ષે કલાઈમેટ ચેન્જના કારણે ક્રોપ કવર પદ્ધતિથી મરચીનું ઉત્પાદન મેળવવા લાગ્યાં છે. આ રીતે ક્રોપ કવર પદ્ધતિથી ખૂબ જ ફાયદો થયો છે
ક્રોપ કવર માટે સરકારી સહાય
સરકાર દ્રારા વખતોવખત જાહેર કરેલ પેનલમાં સમાવિષ્ટ્ર ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી આ ક્રોપ કવર ની ખરીદી કરવાની હોય છે. શાકભાજી પાકો માટે એચઆરટી–૨ યુનિટ કોસ્ટ અંતર્ગત ક્રોપ કવર સહાય માટે મહત્તમ . ૫૦,૦૦૦– પ્રતિ હેકટર ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂા.૨૫,૦૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે. ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા ૦.૨૦ હેકટરથી મહત્તમ ૨.૦૦ હેકટર સુધીના વાવેતરમાં ઉપયોગ કરેલ કવરબેગ માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech