રાજકોટ સહિત રાજ્યભરના મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણુંક માટેના સાત માપદંડ ગત સાંજે જાહેર કરવામાં આવ્યા હતા, આ માટે રાજકોટ સહિત રાજ્યભરમાં શનિવારથી ફોર્મ ભરાશે. સાત માપદંડમાં વયમયર્દિાનો કોઇ ઉલ્લેખ કરાયો નથી જેથી વય મયર્દિા લાગુ પડશે નહીં, તદઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમાં કોર્પોરેટર વિગેરે દાવેદારી નહીં કરી શકે તેવી પણ કોઇ શરત લાગુ કરાઇ નથી આથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દાવેદારી કરી શકશે. વોર્ડ પ્રમુખ અને તાલુકા મંડલ પ્રમુખની નિમણુંકમાં વય મયર્દિા અને ચૂંટાયેલા પ્રતિનિધિ દાવેદારી ન કરી શકે તેવી શરતો હતી જે મહાનગર અને જિલ્લા પ્રમુખની નિમણુંક માટેની દાવેદારીમાં દૂર કરાઇ છે. મહાનગરોની સંખ્યા 8 થી વધી 17 થતાં ક્રાઇટેરિયામાં રિલેક્સેશન અપાયું હોવાની ચચર્િ છે.
વિશેષમાં રાજકોટ શહેર ભાજપ કાયર્લિયના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ-2024 અંતર્ગત રાજકોટ મહાનગરના નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા માટે ઇચ્છુક કાર્યકતર્એિ પ્રમુખપદની દાવેદારી માટેના ફોર્મ મેળવવા તેમજ ભરેલા ફોર્મ પરત કરવા માટેની કાર્યવાહી તા.4-1-2025ને શનિવારના સવારે 10:30થી બપોરે 1:30 સુધીમાં કમલમ કાયર્લિય, શીતલ પાર્ક,150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે થશે. આ તકે મહાનગર ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણી ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની દાવેદારીના ફોર્મ ભરવાની પ્રક્રિયા રાજકોટ જિલ્લા ભાજપ કાયર્લિય ખાતે થશે.
પ્રમુખ માટેની દાવેદારી માટેની સાત શરત રહેશે જેમાં (1) વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર) (2) મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકતર્એિ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ ફરજીયાત (3) મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.(4) પરિવારમાં એક કાર્યકર્તાએક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની) (5) જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ /મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. (6) મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે) અને (7) પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરે 1-30 કલાકે પ્રદેશ ભાજપ કાયર્લિય કમલમ ખાતે મહાનગર અને જિલ્લા પ્રમુખ પદ માટે દાવેદારોનો માપદંડ નક્કી કરવા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ સહિતના નેતાઓની મિટિંગ મળી હતી જેમાં ઉપરોક્ત સાત માપદંડ નક્કી કયર્િ બાદ સાંજે સાત વાગ્યે તેની ઘોષણા કરાઇ હતી.
રાજકોટ શહેરમાં ડઝન દાવેદારો: જિલ્લામાં વધુ ડખ્ખો
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે એકાદ ડઝન દાવેદારો થનગની રહ્યા છે, સાત માપદંડ જાહેર થયા બાદ પાંચથી છ દાવેદારો તે માપદંડ પૂર્ણ કરી શકે તેમ ન હોય તેમની મનની મનમાં રહી ગઇ છે. જ્યારે આજની સ્થિતિએ અડધો ડઝન દાવેદારો મેદાનમાં છે તેમાંથી હવે કેટલા ફોર્મ ભરે છે તે આવતીકાલે ખ્યાલ આવશે. રાજકોટ શહેર કરતા જિલ્લામાં ડખ્ખો વકર્યો છે, એક જૂથ રાજકોટ જિલ્લા ભાજપ્ના વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે પુરી તાકાતથી મેદાને પડ્યું હોવાની ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech