જામનગરમાં રાજયસભાના સાંસદ, પુર્વ વિપક્ષી નેતા સામે નોંધાયો ગુનો

  • January 04, 2025 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમુહલગ્ન સમારોહમાં ઉપસ્થીત રહેતા ઇમરાન પ્રતાપગઢી અને નગરસેવક અલ્તાફ ખફીની એક વિડીયો કલીપમાં ઉશ્કેરણીજનક ગીત વાગતુ હોવાની એક જાગૃત નાગરીકે ફરીયાદ કયર્િ બાદ એ ડીવીઝનમાં ગુનો નોંધાવમાં આવ્યો : રાજકીય આલમમાં મચી ચકચાર...


જામનગરમાં રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને જામ્યુકોના પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં વિડીયો કલીપના  બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક સંવાદો વગાડવા સબંધે ગુનો નોંધવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં આ બાબતે રાજકીય સ્તરે ગરમા ગરમી થવાની સંભાવના દેખાઇ રહી છે.


તાજેતરમાં જામનગરમાં જશ્ને સમુહ શાદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 51 દુલ્હા-દુલ્હનના નિકાહ કરાયા હતા, પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીના જન્મદીનના અનુસંધાને સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમુહ શાદીનું આયોજન કરાયુ હતું અતે તેમા રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થીત રહયા હતા.


એમની જયારે એન્ટ્રી થઇ ત્યારે ઇમરાન પ્રતાપગઢી અને અલ્તાફ ખફી પ્રોગ્રામમાં આવતા હતા એવો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયોને એડીટ કરીને કોઇપણ વ્યકિતઓ દ્વારા વાંધાજનક અને ઉશ્કેરણી જનક ગીત વિડીયો કલીપમાં સેટ કરવામાં આવ્યુ હતું જે વાયરલ થયા બાદ આખે આખો મામલો વિવાદમાં આવ્યો છે અને એક જાગૃત નાગરીકની ફરીયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.


જામનગરના એક જાગૃત નાગરીક દ્વારા લાગણી દુભાય એવો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ કરવા સબબ પોલીસનો સંપર્ક કરીને આ મામલે જામનગરના પુર્વ વિપક્ષી નેતા અને રાજયસભાના સાંસદ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.


આ અંગેની પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગતો મુજબ એકસ મિડીયા પ્લેટફોર્મ પર તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કાર્યક્રમના દ્રશ્યો-ફોટા અને બેકગ્રાઉન્ડમાં ‘એ ખુન કે પ્યાસો બાત સુનો હકક કી લડાઇ...’ એ પ્રકારનો વોઇસ સાથેનો એક વિડીયો કિલપ મુકવામાં આવી હતી, આ વિડીયોમાં જેમા લાગણી દુભાવવાના હેતુથી આ પ્રકારના શબ્દો ઉચ્ચારી ઉશ્કેરાટ ફેલાઇ શકે એવી ભાષા વાપરી એકબીજાને મદદગારી કરી હોય દરમ્યાન વાયરલ આ કલીપ ઘ્યાન પર આવતા જામનગરના એક જાગૃત નાગરીક દ્વારા સીટી-એ ડીવીઝનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.


ઉપરોકત વિગતોના આધારે જાગૃત નાગરીક દ્વારા સીટી-એમાં સંજરી ગ્રુપના આયોજક પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીની સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે આ અંગેની તપાસ પીઆઇ ચાવડા ચલાવી રહયા છે.


જામનગરમાં રાજયસભાના સાંસદ સામે ગુનો નોંધાવો ગંભીર બાબત છે અને પોલીસ દ્વારા આ ગુનો કઇ કલમ હેઠળ નોંધવામાં આવ્યો છે એ બાબત પણ મહત્વની બની રહેશે, હાલ પોલીસ તરફથી કોઇ વિશેષ વિગતો જાહેર કરવામાં આવી નથી, બીજી બાજુ આ સમગ્ર મામલે કદાચ આગામી દિવસોમાં રાજકીય સ્તરે વિરોધ ઉઠવાની સંભાવના પણ નકારી શકાતી નથી.


જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે આજકાલ દ્વારા આ મુદે વાત કરવામાં આવતાં એમણે પણ રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાની વાત સતાવાર રીતે જણાવી હતી, ફરિયાદની વધુ વિગતો ઓનલાઇન મુકવામાં આવશે તેમ પણ પોલીસ વડાએ કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application