જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબધં લાગાવવામાં આવ્યો હોવાછતા કેટલાક વેપારીઓ છાનાખૂણે આ દોરીનું વેચાણ કરતા હોય છે.ત્યારે ગોંડલમાં સીઝન સ્ટોરની દુકાનમાંથી રાજકોટ રૂરલ એલસીબીએ ચાઇનીઝ દોરીની ૬૧ ફિરકી કબજે કરી વેપારી સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી . ૯,૧૫૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન અહીં જે.કા ચોક સુવાસ હોટલ પાસે આવેલી ખોડીયાર સિઝન સ્ટોર નામની દુકાનમાં તપાસ કરતા અહીંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૬૧ ફિરકી મળી આવી હતી.જેથી પોલીસે .૯,૧૫૦ ની કિંમતની આ દોરી કબજે કરી વેપારી ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ રમેશભાઇ ઉર્ફે પાંચાભાઇ સદાદીયા (ઉ.વ ૨૬ રહે. ભગવતપરા, ગોંડલ) સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ દોરીના લીધે ઉતરાયણ પર્વમાં અકસ્માતની ઘટનાઓનું જોખમ વધુ રહેતું હોય જેથી ચાઇનીઝ દોરી,તુકલના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબધં મુકવામાં આવ્યો હોય અને દર વર્ષ ઉતરાયણમાં તે અંગેનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવતું હોય તેમ છતા કેટલાક વેપારીઓ લોકોને જિંદગી જોખમમાં મૂકી આ દોરીનું વેચાણ કરતા હોય છે ત્યારે પોલીસે દ્રારા આ ચાઇનીઝ દોરીના વેચાણ કરનાર ધંધાર્થીને ઝડપી લેવા અને જાહેરનામાની કડક અમલવારી કરવવા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech