કુવાડવા જીઆઇડીસી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

  • June 27, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલી હોન્ડા સિટી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 168 બોટલ દારૂના જથ્થા સાથે પુષ્કરધામ મેઇન રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા શખસને પકડી પાડ્યો હતો. દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસ મિત્રની કારમાં સરેન્દ્રનગરથી દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત આપી હતી. દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ ડી.સી.સાકરીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દાફડા, કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કુવાડવા જીઆઇડીસી પાસે આવેલા રાજકોટ અમદાવાદ હાઈવે પર ઓવર બ્રિજ પાસેથી એક શંકાસ્પદ હોન્ડા સિટી કાર ઝડપી લીધી હતી. પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી રૂપિયા 57,120ની કિંમતનો 168 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારચાલક અરબાઝ ઝાકીરભાઇ શેખ (ઉ.વ 25 રહે. આર.એમ.સી ક્વાર્ટર બ્લોક નંબર 36, રૂમ નંબર 1996)ની અટકાયત કરી હતી પોલીસે દારૂનો આ જથ્થો,હોન્ડા સિટી કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આરોપી અરબાઝ પ્રાઇવેટ નોકરી કરે છે અને તે અગાઉ ક્રાઈમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેની પૂછતાછ કરતા સુરેન્દ્રનગર તરફથી તે દારૂનો આ જથ્થો પોતાના મિત્રની કારમાં લાવ્યો હોવાની કબુલાત આપી હતી. જે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application