લોકઅપમાં ત્રણ યુવકોને માર મારવા અંગે પીએસઆઇ વાઢિયા સહિત બે સામે ગુનો

  • February 15, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડધરી પોલીસ સ્ટેશનમાં વર્ષ પહેલા લોકઅપમાં રખાયેલા માવજી જેમલભાઈ ગોહિલ, મુકેશ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદ રામજીભાઈ ડોડીયા ત્રણ યુવાનોને બેફામ માર મારવા અંગે થયેલી કોર્ટ અરજીમાં અદાલતે પડધરીના તત્કાલીન પી.એસ.આઈ. જે.વી. વાઢીયા સહિત બે સામે ગુનો નોંધે ધોરણસરની કાર્યવાહી કરવા હત્પકમ કરાયો છે.
આ અંગેની હકીકત મુજબ, ગત તા.૯–૧૧–૧૯ના રોજ રાત્રે પડધરી પોલીસ સ્ટેશનના લોકઅપમાં ઉપરોકત ત્રણેય યુવાનોને લાકડી અને પટ્ટાથી માર મારવા અંગે કોર્ટ દ્રારા ઈન્કવાયરી મંજુર કરી પી.એસ.આઈ. જે.વી.વાઢીયા તથા કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ બલવંતસિંહ રાણા સામે ફરીયાદ રજીસ્ટરે લેવાનો પડધરી કોર્ટે હત્પકમ કર્યેા છે.
આ અંગે કોર્ટ ફરિયાદની હકીકત મુજબ, ગઈ તા.૯–૧૧–૧૯ ના રોજ રાત્રે તેઓને કોઈ ગુનામાં પડધરી પોલીસ સ્ટેશને લઈ ગયેલ હતા. યાં પી.એસ.આઈ. વાઢીયા તથા અન્ય ચાર–પાંચ પોલીસવાળાઓ તેઓને પટ્ટાથી અને પ્લાસ્ટીકની લાકડીથી માર મારેલ હતો. જેથી તેઓને શરીરના પગના બંને પજાં ઉપર અને હાથના પજાં ઉપર ઈજા થયેલ હતી. અને પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહે ધમકી આપેલ કે, તારા હાથપગ ભાંગી નાખવાના છે તેવી ધમકી આપ્યા અંગે યુવાનોએ કોર્ટ બ ફરિયાદ આપી હતી. ત્યારબાદ નીમાયેલી ઈન્કવાયરીમાં ફરીયાદી તરફે જરી સાહેદો તપાસવામાં આવેલ હતા. જરી દસ્તાવેજો પણ રજુ કરવામાં આવેલ હતા. આમ ઇન્કવાયરીના કામે પુરાવો તથા દલીલ ધ્યાને લઈ પડધરીના યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ર્ટ કલાસ દ્રારા ઈન્કવાયરી મંજુર કરી તાત્કાલીક પી.એસ.આઈ. જે.વી.વાઢીયા, પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ બલવંતસિંહ રાણા સામે ફરિયાદ ૨જિસ્ટરે લેવાનો હત્પકમ કરેલ હતો. આ કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ જે. વી. પરમાર, ચિરાગભાઈ મેતા, રાજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ જોષી, સચીનભાઈ સોલંકી, ઈકબાલભાઈ થૈયમ, એસ.એમ. ડાભી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application