સોરઠા ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા : લાલપુર ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત : રણુંજા રોડ પર કારની ઠોકરે યુવક ઘાયલ
જામનગર જિલ્લામાં વાહન અકસ્માતોના બનાવ યથાવત રહયા છે, જામનગર શહેર અને કાલાવડના સોરઠા તથા લાલપુર ચોકડી પાસે જુદા જુદા ચાર વાહન અકસ્માતમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે.
જામનગરમાં સુભાષ બ્રિજ પાસે રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા પરેશ લક્ષ્મણભાઈ દાઉદીયા (ઉંમર ૩૬) ગત તા. ૫ના રોજ મોટરસાયકલ નં. જીજે૧૦એએન-૮૮૭૬ લઇને જતા હતા ત્યારે નાગનાથ ચોકડી પાસે જી.જે.૧૨ એ.યુ. ૫૮૧૭ નંબરના ટ્રક ચાલકે હડફેટમાં લઇ પગ કચડી નાખ્યો હતો.
જે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે હોમગાર્ડના જવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક કબજે કરી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ કાલાવડ તાલુકાના સોરઠા ગામ પાસે બન્યો હતો. ત્યાં બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડતાં એક બાઈકના ચાલક જામનગર તાલુકાના જગા મેડી ગામમાં રહેતા ભરતસિંહ ગોપાલસિંહ જાડેજા નામના ૪૩ વર્ષના ખેડૂત યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જે અકસ્માત સર્જનાર જીજે-૩ ડી.એચ-૭૨૭૦ નંબરના બાઇક ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ છે.
અકસ્માતનો ત્રીજો બનાવ કાલાવડથી રણુંજા તરફ જવાના રોડ પર બન્યો હતો. ત્યાંથી ચાલીને જઈ રહેલા એક યુવાનને કોઈ અજ્ઞાત કારના ચાલકે હડફેટમાં લઈ ઇજા પહોંચાડી હતી, અને બંને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોચાડી હતી આથી કાલાવડના કલ્યાણેશ્ર્વરપરામાં રહેતા ગીરીશભાઈ અમરશીભાઈ ગોહેલે અજાણ્યા ફોરવ્હીલના ચાલક સામે કાલાવડ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચોથા બનાવમાં શંકરટેકરી રામનગરમાં રહેતા લખા માણશીભાઇ ઘોડા (ઉ.વ.૪૫)એ ગઇકાલે પંચ-બીમાં ટ્રક નં. જીજે૧૨એડબલ્યુ-૮૮૮૧ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૨૮ના રોજ ટ્રકચાલકે બેદરકારીથી ચલાવીને ટુ વ્હીલર નં. જીજે૧૦બીકયુ-૬૬૦૫ને લાલપુર ચોકડીથી આગળ ટકકર મારી હતી જેમાં ફરીયાદીના મોટરસાયકલને પાછળથી હડફેટે લઇ પછાડી દેતા લખાભાઇને પગમાં ઇજા થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech