સિમેન્ટ ફેક્ટરી શરૂ કરવા રાજકોટના વેપારીએ સિક્કા કમળ સિમેન્ટમાં નોકરી કરતા અને પૂનામાં ભાગીદારી પેઢી ધરાવતા પિતા-પુત્રને મશીનરી ખરીદવા માટે રૂ.5.50 કરોડ આપ્યા હતા પરંતુ પિતા-પુત્રએ મશીનરી કે પૈસા પરત ન કરતા વેપારીએ બંને સામે ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ રોડ પરના પુષ્કરધામ નજીક આવેલ પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેંજ સામે નક્ષત્ર હાઈટસમાં વાસુકી સિમેન્ટ પ્રા. લી. નામની કંપનીની ઓફિસ ધરાવતાં બંકીમભાઈ કાંતીલાલ મહેતા (ઉ.વ.40)એ સિમેન્ટ ગ્રાઈન્ડિંગની મશીનરી ખરીદવા માટે પુનાના જગદિશ ભક્તાવરમલ ચાંડાક અને તેના પુત્ર અદીતને રૂ. 5.50 કરોડ એડવાન્સ પેટે આપ્યા હતા. પરંતુ બંને પિતા-પુત્રએ મશીનરી કે રકમ નહીં આપી છેતરપીંડી કર્યાની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદમાં બંકીમભાઈએ જણાવ્યું છે કે તેણે ભાગીદાર રજનીકાંત જયંતીલાલ ઝાલરીયા સાથે કંપની શરૂ કરી હતી. સિમેન્ટનું પ્રોડકશન શરૂ કરવા માટે માળિયા-મિયાણાના વરસામેડી ગામે પ્લાન્ટ શરૂ કરવાનો હતો. જે માટે જરૂરી મશીનરી ખરીદવા જામનગરના સિક્કા ખાતે કમળ સિમેન્ટ ફેકટરીમા નોકરી કરતા જગદિશ સાથે ઓળખાણ થઈ હતી. જે પુનામાં ભાગીદારીમાં કિર્તી શ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવતો હતો. જેમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન બનાવતા હતા. જેમાં ડાયરેકટર તરીકે તેનો પુત્ર અદીત પણ હતો.
ર૦ર૧ની સાલમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન ખરીદવા માટે બંને સાથે નોટરાઈઝડ કરાર કર્યો હતો. અને તેની કંપનીના બેન્ક ખાતામાંથી પિતા-પુત્રના કંપનીના બેન્ક ખાતામાં કટકે-કટકે રૂ. 5.50 કરોડ જમા કરાવ્યા હતા. જેના બદલામાં બંનેએ પોતાની કંપનીના કોરા ચેક આપ્યા હતા. કેટલોક સમય સુધી મશીનરી આપતા ન હોય આથી વેપારીએ મશીનરી અથવા પૈસા પરત આપવાનું કહેતા બંને પિતા-પુત્ર રાજકોટ આવ્યા હતા અને વેપારી સાથે મિટીંગ કરી હતી જેમાં આ કરાર રદ કરવાનું નકકી થતાં તે મુજબનું લખાણ તૈયાર કરાવ્યું હતું. જેમાં આરોપીઓએ તેની કંપનીને રૂ. 5.75 કરોડ ચુકવવાના નીકળે છે તેવું સ્વીકાર્યું હતું. સાથો-સાથ રૂ. 40 લાખ તા. 19-7-2023 સુધી આપવાના અને બાકીની રકમ તા. 23-12-2023 સુધીમાં આપવાનું નકકી થયું હતું.
ત્યાર પછી પણ આરોપીઓએ રકમ પરત કરી ન હતી. જેને કારણે નકકી થયા મુજબ આરોપીઓએ આપેલા ચેક બેન્કમાં જમા કરાવતા રીર્ટન થયા હતા. બાદમાં આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ કરી હતી. તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ માઢક (રહે. નવલનગર)ને કોર્ટમાં કાર્યવાહી કરવા ઓથોરિટી આપી હતી. પિતા પુત્ર ગઈ તા. 11ના રોજ કોર્ટમાં મુદતે આવ્યા હતા. તે વખતે તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ પણ કોર્ટ મુદતે ગયા હતા. કોર્ટની બહાર સીડી ઉતરતી વખતે પિતા-પુત્રએ જસ્મીનભાઈ સાથે બોલાચાલી કરી કહ્યું કે તમે લોકો આ કેસ પાછો ખેંચી લેજો, નહીંતર તને અને તારા શેઠમાંથી એકપણને જીવતા નહીં રહેવા દઈએ.
વધુમાં બંને આરોપીઓએ કહ્યું કે આ સિમેન્ટની લાઈનમાં અમે ખુબ જ જૂના છીએ, તમને લોકોને હું સિમેન્ટનો ધંધો પણ કરવા નહીં દઉ. આટલેથી નહીં અટકતા બંને આરોપીઓએ તેની કંપની ખોટી હોવા અંગે સેબીમાં ખોટા ઈ-મેઈલ કર્યા હતા. જુદી-જુદી સરકારી કચેરીઓમાં તેની કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પત્રવ્યવહારો પણ કર્યા હતા. જેને કારણે આખરે બને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech