ભારતીય ક્રિકેટર રાજકોટના વતની ચેતેશ્ર્વર પુજારાના સગ્ગા સાળા જીત રસિકભાઈ પાબારી સામે યુવતીને લગ્નની લાલચ આપી સમયાંતરે ઘરે બોલાવી ધાકધમકી આપી શરીર સંબધં બાંધી અન્ય યુવતી સાથે લગ્ન કરી છેહ આપી દીધાના આરોપસર માલવીયાનગર પોલીસ મથકે ગૂનો નોંધાયો છે. પોલીસ કમિશનરને થયેલી લેખીત ફરિયાદ બાદ આરોપી સામે પોલીસે દુષ્કર્મ, ધમકી આપ્યાના આરોપ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પરના નુતનનગર શેરી નં.૬માં રહેતા જીત પાબારી સાથે એ નજીકના વિસ્તારમાં રહેતી યુવતીનો ૧૦ વર્ષ પુર્વે ૨૦૧૪માં ફેસબુક થકી સંપર્ક થયો હતો. જીતે ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલી હતી જે યુવતીએ એકક્ષેપ્ટ કરી હતી. બન્ને સોશિયલ મીડિયાના માધ્યમથી નજીક આવતા ફોન નંબરની આપ–લે થઈ હતી અને બન્ને વચ્ચે સંપર્ક પ્રેમમાં પરિણામ્યા હતા.
નજદીકીયા થતાં યુવતી પાસે જીતે લની પ્રપોઝલ મુકી હતી. યુવતીએ તેના માતા–પિતા સાથે વાત કરવા કહ્યું હતું અને બન્ને પરિવાર વચ્ચે વાતચીત થઈ હતી અને સહમતી દાખવાઈ હતી. ૨૦૨૧માં દિવાળીના સમયે યુવતી જીતના ઘરે ગઈ હતી. ત્યારે ત્યાં રૂમમાં બોલાવીને શરીર સંબધં બાંધવા પેરવી કરતા યુવતીએ વિરોધ કર્યેા હતો પરંતુ પરાણે શારીરીક સંબધં બાંધ્યો હતો. યુવતીએ આ બાબતે બીજા દિવસે પણ જીતને વિરોધ નોંધાવતા જીતે લ તો કરવાના જ છે તો આવું બધું ચાલ્યા રાખે તેમ કહી દીધું હતું.
યુવતીના અંગત પળોના ફોટા મોબાઈલમાં લઈ લીધા હતા. યુવતીના ઘરના સભ્યો બહારગામ ગયા હતા ત્યારે જીત યુવતીના ઘરે આવ્યો હતો અને દુષ્કર્મ ગુજાયુ હતું. આવી રીતે સમયાંતરે ધમકી આપી ત્રણ વખત દુષ્કર્મ કયુ હતું. યુવતીને લની લાલચ આપી દુષ્કર્મ કર્યા બાદ આરોપી જીતે અન્ય યુવતી સાથે લ કરી લીધા હતા અને યુવતી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. ફોનમાં વાત ન કરે કોઈને કોઈ બહાના બતાવતો યુવતીને છેતરાયાનો અહેસાસ થતાં સીપીને સંબોધીને જીત રસીકભાઈ પાબારી સામે અરજી કરી હતી જેના આધારે ગતરોજ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
બન્ને પરિવારે લગ્નની સહમતી દાખવી ગોળધાણા વિધિ પણ કરી હોવાનો દાવો
આરોપી જીત અને યુવતી સંપર્કમાં આવ્યા બાદ બન્નેએ લગ્ન કરવાનું નકકી કર્યું હતું. જે મુજબ આરોપી અને યુવતીના પરિવાર વચ્ચે વાતચીત થઈ હતી અને ત્યાર બાદ ઓકટોબર ૨૦૨૧માં બન્ને પરિવારના સભ્યોની હાજરીમાં યુવતીના ઘરે ગોળધાણા વિધિ કરાવાઈ હતી. ચાર માસ બાદ ૨૦૨૨માં બન્નેની સગાઈ થઈ હતી. સગાઈ પછી જીત અને પરિવાર સાથે યુવતી દુબઈ પણ ગઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ પણ બન્ને અવારનવાર બહાર ફરવા જતા હતા. સગાઈ સમયે હોટલ સિઝન્સમાં પણ આરોપી જીતે યુવતી સાથે બળજબરીથી કોશીશ કરી હતી પરંતુ મહેમાનો અન્ય લોકો હોવાથી તેમજ યુવતીએ પ્રતિકાર કરતા કાંઈ કરી શકયો ન હતો તે સહિતના આક્ષેપ અરજીમાં કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech