જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની નોંધાયેલી ફરિયાદમાં આરોપી જીત પાબારી દ્રારા આગોતરા જમીન અરજી દાખલ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે ૨૯ વર્ષીય યુવતીએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજીમાં અદાલતે પોલીસને નોટિસ કરતા આગામી મુદતે સુનાવણી પર રાખવામાં આવે છે.
જાણવા મળ્યા મુજબ, ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે ૨૯ વર્ષીય યુવતીને લની લાલચ આપી જીત પાબારી દ્રારા બળજબરી પૂર્વક શારીરિક સંબધં બાંધવામાં આવ્યા હોવાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેમાં પીડિતાએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪માં ફેસબુકમાં જીત પાબારીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી ત્યારથી બંને સંપર્કમાં આવ્યા હતા. જીત પાબારીએ મને તું પસદં છો અને મારે તારી સાથે લ કરવા છે તેમ કહેતા યુવતીએ મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો, જેથી બંનેના માતાપિતા વચ્ચે લ અંગેની વાતચીત શ થઈ ગઈ હતી. પરિવારજનો પણ લ બાબતે સહમત થયા હતા. બાદ જીત પાબારીએ અંગત પળોના ફોટા અને વિડિયો બનાવી તે વાયરલ કરવા બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાયુ હતું અને બાદમાં લ કરવાનો ઇનકાર કર્યા અંગેનું ફરિયાદમાં જણાવ્યું હતું. આથી આરોપી જીત બાબારીએ પોલીસ દ્રારા ધરપકડની દહેસતથી અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરતા અદાલતે પોલીસને નોટિસ કરતા આગામી મુદતે વિશે સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા અને શિવરાજસિંહ જાડેજા રોકાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech