ભારત–ઈંગ્લેન્ડ ટી–૨૦ મેચની ટિકિટના બમણા ભાવથી ક્રિકેટ પ્રેમીઓમાં કચવાટ

  • January 22, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો છે, ઇન્ડિયા અને આર્યલેન્ડની મહિલા ક્રિકેટ ટિમ વચ્ચે ત્રણ વન–ડે મેચ રમવામાં આવી હતી. જે બાદ આવતીકાલથી ભારતીય સ્ટાર ક્રિકેટરો સાથેની રણજી ટ્રોફીની મેચ શ થશે એ પુરી થયા બાદ તા. ૨૮ જાન્યુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી–૨૦ મેચ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. જેને લઈને સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશન દ્રારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.એસસીએ દ્રારા આ મેચના ટિકિટનાં દરની જાહેરાત કરવામાં આવી છે. વર્ષના પ્રારંભિક ટી–૨૦ મેચમાં ટિકિટના ભાવ .૧૫૦૦થી લઇ ૭૦૦૦ સુધી રાખવામાં આવ્યા છે. જેનું ઓનલાઇન બુકિંગ આજથી બુકમાય શો પર શ કરવામાં આવ્યું છે. ટિકિટના ઉંચા ભાવના સામાન્ય વર્ગના ક્રિકેટ રસિકોમાં બોકાસો બોલી ગયો છે. ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે કે, સૌરાષ્ટ્ર્રના ઘણા એવા લોકો છે કે સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચ જોવાની ઈચ્છા હોય છે, દરેક વખતે ટિકિટના દર ૫૦૦થી ૭૦૦ સુધીના હોવાથી પરિવાર સાથે મેચની મજા માણવા માટે જઈ શકાતું હતું પરંતુ આ વખતે સ્ટેન્ડ લેવલની ટિકિટના ભાવ જ .૧૫૦૦ થી શ થઇ રહ્યા છે આથી આ વખતે મેચ જોવા જવું કપં બની રહેશે. લોકોએ ટિકિટના દરમાં ઘટાડો કરવાની માગ પણ કરી છે.
સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશન દ્રારા ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે અનુસાર ટિકિટનાં દર નક્કી કરાયા છે. જેમાં ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ ૧, ૨ અને ૩ માટે ટિકિટના દર ૧,૫૦૦ પિયા, યારે વેસ્ટ સ્ટેન્ડનાં લેવલ ૧ માટે ૨,૦૦૦ પિયા, લેવલ ૨ માટે ૨,૫૦૦ પિયા અને લેવલ ૩ માટે ૨૫૦૦ પિયા નક્કી કરાયા છે. તેમજ વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પેારેટ બોકસનો દર ૭૦૦૦ પિયા રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ ૧નો ટિકિટ દર ૭૦૦૦ પિયા, લેવલ ૨૫૦૦૦ પિયા, લેવલ ૩ના ૩૦૦૦ પિયા ઉપરાંત કોર્પેારેટ બોકસનાં ૭૦૦૦ પિયા રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પેારેટ બોકસ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં વીઆઇપી સગવડ મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News