એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી વધારીને 10 લાખ કરાઈ

  • February 01, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ના વર્ગીકરણ માટે રોકાણ મર્યાદા 2.5 ગણી વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતની નિકાસમાં એમએસએમઈનો હિસ્સો 45 ટકા છે. તેમણે એમ પણ કહ્યું કે એમએસએમઈ તરીકે વર્ગીકૃત થનારા વ્યવસાય માટે ટર્નઓવર મર્યાદા બમણી કરવામાં આવશે. એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. 1 કરોડ એમએસએમઈ દ્વારા લગભગ 7.5 કરોડ લોકોને રોજગાર મળ્યો છે. એમએસએમઈ માટે 10 લાખ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે.


એમએસએમઈને ભારતના વિકાસનું બીજું એન્જિન ગણાવતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાતો કરી. તેમણે 5.7 કરોડ એમએસએમઈ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કહ્યું કે એમએસએમઈમાં એક કરોડથી વધુ નોંધણીઓ છે. 7.5 કરોડ લોકોને રોજગારી આપતું આ ક્ષેત્ર ભારતના ઉત્પાદનમાં 36 ટકા ફાળો આપે છે. આ એમએસએમઈ ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યા છે, જે દેશની કુલ નિકાસમાં 45 ટકા હિસ્સો ધરાવે છે.


એમએસએમઈના વિકાસને વેગ આપવા માટે, સરકાર રોકાણ અને ટર્નઓવર મર્યાદામાં અનુક્રમે 2.5 ગણો અને 2 ગણો વધારો કરશે. આ પગલાથી એમએસએમઈને વિકાસ, નવીનતા અને યુવાનો માટે વધુ રોજગારની તકો ઉભી કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. સ્ટાર્ટઅપ ક્રેડિટ ગેરંટી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર પહેલી વાર ઉદ્યોગ શરુ કરનાર પાંચ લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉદ્યોગસાહસિકો માટે 2 કરોડ રૂપિયાની લોન શરૂ કરશે.


કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે એસએમઈ  અને મોટા ઉદ્યોગો માટે એક ઉત્પાદન મિશન સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર એવા ક્ષેત્રોની ઉત્પાદકતા વધારવા માટે અનુકૂળ પગલાં લેશે જેમાં વધુ શ્રમની જરૂર પડે છે. તેમણે કહ્યું કે લોન ગેરંટી 'કવર' બમણું કરીને 20 કરોડ રૂપિયા કરવામાં આવશે અને ગેરંટી ફી ઘટાડીને એક ટકા કરવામાં આવશે. તેમણે  બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપનાની પણ જાહેરાત કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application