સુપ્રીમ કોર્ટે આજે નીટ મામલે કમિટીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવા, પરીક્ષા કેન્દ્રોની સ્થાપ્નાની પ્રક્રિયામાં સુધારો કરવા, વિદ્યાર્થીઓના વેરિફિકેશનને મજબૂત કરવા અને સમગ્ર પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદ અંગે સૂચનો આપવા જણાવ્યું છે. સમિતિએ 30 સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સોંપવો જોઈએ. આ બધા સિવાય કમિટીએ પરીક્ષાના પેપરમાં છેડછાડ ન થાય તે માટેની વ્યવસ્થા સૂચવવી જોઈએ.કોર્ટ પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર અંગે ચચર્િ કરી રહી હતી. કોર્ટે પ્રારંભિક તબક્કાથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પરીક્ષા માટે અનેક પગલાં સૂચવ્યા છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ આ દિશામાં અભ્યાસ કરીને પોતાના સૂચનો આપવા જોઈએ.
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સમિતિને પરીક્ષા કેન્દ્રો પર વધુ સારી સીસીટીવી દેખરેખ અંગે સૂચનો આપવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિરાકરણ માટે વધુ સારી સિસ્ટમ બનાવવા પર ધ્યાન આપવા પણ કહ્યું છે.
વિદ્યાર્થીને નિર્ણયથી સમસ્યા હોય તો હાઈકોર્ટમાં જાય: સુપ્રીમ
નીટ યુજી પરીક્ષા પેપર લીક કેસની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીટ પેપર માત્ર પટના અને હજારીબાગમાં લીક થયું હતું. પેપર મોટા પાયે લીક થયું ન હતું. સીજેઆઈએ કહ્યું કે જો કોઈ વિદ્યાર્થીને આપવામાં આવેલા નિર્ણયથી કોઈ સમસ્યા હોય તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુલાબનગરમાં જુગારના અખાડામાંથી બે લાખની રોકડ સાથે ત્રિપુટી ઝબ્બે
November 14, 2024 11:20 AMજામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે સાયબર વર્કશોપ યોજાયો
November 14, 2024 11:17 AMઈન્ડોનેશિયામાં વાળામુખી ફાટતાં લાવા ૧૦ કિમી ઉંચો ફેલાયો, અનેક લાઇટસ રદ
November 14, 2024 11:15 AMબિટકોઈન ૯૩૦૦૦ ડોલરની નવી ઓલ ટાઈમ હાઈ પર, ટ્રમ્પની જીત બાદ ૩૨ ટકાનો ઉછાળો
November 14, 2024 11:14 AMઅદાણી અમેરિકામાં એનર્જી–ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે
November 14, 2024 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech