સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટ્રાચારની ફરિયાદ હંમેશા ઊઠતી રહેતી હોય છે ત્યારે આવીજ ફરિયાદ વીરપુર (જલારામ)માં ઉઠી છે, યાત્રાધામ વીરપુર કે યાં જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા આવતા હજારો યાત્રાળુઓ તેમજ વીરપુર ગામના રહેવાસીઓના સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી સેવા માટે સરકારના અરોગ્ય વિભાગ દ્રારા બનાવવામાં આવેલ છે, આ આયુષ્માન અરોગ્ય મંદીર પેટા કેન્દ્ર વિરપુરના બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટ્રાચારની રાવ ઉઠી છે.
આરોગ્ય વિભાગ દ્રારા તાજેતરમાં જેતપુર તાલુકાના ત્રણ ગામ વિરપુર, ઉમરાળી અને મોટા ગુંદાળા એમ ત્રણ ગામમાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતી સેવા માટે નવાણું લાખ પિયા જેટલી માતબર રકમના ખર્ચે આ ત્રણેય ગામમા આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યા છે. જેમાં યાત્રાધામ વિરપુરમાં તેત્રીસ લાખ પિયાની માતબર રકમનું નવા બિલ્ડીંગનું બાંધકામના બે માસમાં અનેક સ્થળે તિરાડો પડી જતાં જાગૃત લોકો દ્રારા કેન્દ્ર સરકાર અને સી.એમ.ઓમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે, અહીં જે બિલ્ડીંગ બાંધકામ થયુ છે ત્યાં બાંધકામમાં માલ અને મટિરિયલ વાપરવામાં આવ્યું છે તે નબળી ગુણવત્તાનું વાપરવામાં આવ્યો હોય તો સાથે સાથે સિમેન્ટ અને લોખડં પણ યોગ્ય માત્રામાં વાપરવામા ન આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે,જેમને લઈને આરસીસી કામ પણ નબળું થયુ હોવાનું સામે આવ્યું છે.
વીરપુરમાં નવા નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રનું તૈયાર કરેલ બિલ્ડીંગ કોન્ટ્રાકટરો દ્રારા તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વિરપુર આરોગ્ય વિભાગને હેન્ડઓવર કયુ એટલે કે આજથી બે માસ પહેલા જ આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યું છે, છતાં હજુ સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્રારા આ આયુષ્માન આરોગ્ય મંદીર પેટા કેન્દ્ર શ કરવામાં આવ્યું નથી. એટલે આ આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્ર હજુ સુધી લોકોની આરોગ્ય સેવા માટે ચાલુ કરાયું નથી! નવાઈની વાતતો એછે કે વિરપુરનું આ આયુષ્માન આરોગ્ય મંદીર પેટા કેન્દ્ર હજુ શ કરાયું નથી ત્યાંતો આ નવા નિર્માણ પહેલા બિલ્ડીંગમાં અનેક જગ્યાએ તિરાડો અને લાદીઓ ઉખડી જવા પામી છે ત્યારે આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના બિલ્ડીંગના બાંધકામમાં જબરો ભ્રષ્ટ્રાચાર થયો હોવાની બુ આવી રહી હોવાનું સામે આવ્યું છે,
બીજી બાજુ આ બિલ્ડીંગની ફરતે બાજુ કોઈ પ્રકારની દીવાલ દ્રારા કોર્ડન કરવામાં આવ્યું નથી જેમને લઈને બિલ્ડીંગની અગાસી ઉપર કે બિલ્ડીંગના પાછળના ભાગમાં આવારા તત્વો દ્રારા અવારનવાર દાની મહેફીલો પણ જામતી હોવાની ચર્ચાઓ લોકમુખે ઉઠવા પામી છે
જિ.પં.માં નબળી કામગીરી અંગે રજૂઆત કરાઇ છે: ડો.ધર્મીશા ડાવરા
આ બાબતે પીએચસી મેવાસા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફીસર અને વિરપુર આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રના અધિકારી ધર્મીશા ડાવરાને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે હજુ એ બિલ્ડીંગમાં કમ્પાઉન્ડર હોલ પણ બાકી છે અને ટેરેસમાં જવા માટેની સીડી પણ ખુલ્લ ામાં છે એટલે અમે રાજકોટ જિલ્લ ા પંચાયતના પી.આઈ.યું ડિપાર્ટમેન્ટને લેખિતમાં જાણ કરી છે કે આ બિલ્ડીંગની કામગીરીથી અમને અસંતોષ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMદેશની સુરક્ષાને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં, બેક ટુ બેક ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ
May 09, 2025 10:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech