બ્રાઝીલથી ૩૪ કરોડ રૂપિયાની કિંમતની ગાયના બીજ ભારત લાવવામાં આવશે

  • June 06, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાયની ઉચ્ચ કોટિની પ્રજાતિની ગાયની ઔલાદના સંવર્ધન અને પ્રજાતિની સાચવણી માટેના પ્રયાસ અંતર્ગત બ્રાઝીલથી ૩૪ કરોડથી વધુની કિમતની ગાયના અંડકોષ ભારત લાવવામાં આવનાર છે. આ ગાયનો ઉપયોગ આ પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે થતો હતો. આ ગાયનું નામ વિઆટિના–૧૯ છે, જેને બોલિવિયાએ ૪.૧ મિલિયન ડોલરમાં ખરીદી છે. ભારતીય પિયામાં આ ગાયની કિંમત ૩૪ કરોડ પિયાથી વધુ છે. આ ગાય નેલ્લોર પ્રજાતિની છે. આ પ્રજાતિ ભારતમાંથી જ બ્રાઝીલમાં લઇ જવામાં આવી હતી.


દુનિયાના સૌથી મોંઘા ગાયના અંડકોષ ટૂંક સમયમાં ભારતમાં આવવાના છે. આ ગાયનું નામ વિઆટિના–૧૯ છે, જે બ્રાઝિલના એક ફાર્મમાં રહે છે. આ ગાયની સુરક્ષા માટે ઈન્ટેલિજન્સ કેમેરા અને સશક્ર સુરક્ષા ગાર્ડ સતત તૈનાત હોય છે. આ દૂધિયા સફેદ રંગની ગાય હરાજીમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ગાય છે. આ ગાયની કિંમત અંદાજે ૪.૧ મિલિયન ડોલર (૩૪,૧૯,૨૩,૬૦૦ પિયા) છે. આ કિંમતે ટોપ મોડલના લગભગ ૬૮ ફોચ્ર્યુનર વાહનો ખરીદી શકાય છે.વિયેટિના–૧૯ ગાયના ઈંડાની નિકાસ કરવામાં આવશે આ ગાય એનું ઉત્પાદન છે જેને કેટલાક મૂ–જેનિકસ કહે છે – સરોગેટ ગાયોમાં વિશેષ ભ્રૂણ રોપવું અને તેનું કલોનિંગ કરીને આ ગાય મેળવવામાં આવી છે.નોંધનીય છે કે બ્રાઝિલ મોટા પાયે ઢોર ઉછેર કરે છે. દૂધ અને દૂધની બનાવટો ઉપરાંત તે આ પશુઓમાંથી માંસની નિકાસ પણ કરે છે. આ કારણે બ્રાઝિલ વિશ્વના સૌથી મોટા બીફ ઉત્પાદકોમાંનું એક છે. આ કારણે તે હવે આખી દુનિયામાં વિઆટિના–૧૯ ગાયના ઈંડાની નિકાસ કરવા માટે તૈયાર છે

બોલિવિયાએ વિઆટિના–૧૯ ગાય ખરીદી
આ ગાયના માલિકોએ તેની આનુવંશિકતા બોલિવિયાને વેચી દીધી છે. દરમિયાન, ભારત, યુએઈ અને યુએસમાં ખરીદદારો તેના પ્રિ–ઓવમ ઈંડા ખરીદવા માટે લાઇન લગાવી રહ્યા છે. જો આ ગાયના ઈંડા ભારતમાં લાવવામાં આવે તો તેમાંથી પશુઓની નવી પ્રજાતિ સર્જાશે. આ ગાય ભારતમાં પશુઓનીઅને ખાસ કરીને ઉચ્ચ કોટિની પ્રજાતિની વસ્તી વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application