રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોંગી કોર્પેારેટરોએ આક્રમક વિરોધ પ્રદર્શન કયુ હતું. ઢોર ડબ્બામાં થયેલા ગૌ મોત સભાગૃહમાં ગુંયાં હતા, યારે ખાડાની ચર્ચાને શાસકોએ ખાડામાં ફેંકી દીધી હતી મતલબ કે ચર્ચા જ થવા દીધી ન હતી. યારે સ્મશાનના લાકડા સગેવગે કરવા કાૈંભાંડનો મુદ્દો બરાબર સળગ્યો હતો અને વિપક્ષ કોંગ્રેસના કોર્પેારેટર વશરામ સાગઠિયા, કોમલબેન ભારાઇ અને મકબુલ દાઉદાણીએ આ મુદ્દે બેનરો ફરકાવી ચર્ચાની માંગ કરી હોબાળો મચાવતા ત્રણેય કોંગી કોર્પેારેટરોને મેયરના આદેશથી માર્શલ્સએ ટીંગાટોળી કરીને સભાગૃહની બહાર ફેંકી દીધા હતા.
જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે વંદે માતરમ ગાન બાદ સભાની કાર્યવાહી શ થઇ હતી અને પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના વોર્ડ નં.૧ના કોર્પેારેટર હિરેનભાઈ ખીમાંણીયાએ પુછેલો ડામર રસ્તાના એકશન પ્લાનનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો. પાકું હોમવર્ક કરીને આવેલા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ વિસ્તારપૂર્વક વોર્ડવાઇઝ કયાં કેટલા ડામર રસ્તા બનાવાયા તેનો છેલ્લા ત્રણ વર્ષનો અહેવાલ કોર્પેારેટરો સમક્ષ રજુ કરી રહ્યા હતા, બરાબર ત્યારે જ કોંગી કોર્પેારેટરોએ શહેરના ડામર રસ્તાઓ ઉપર પડેલા અને સર્વે બાદ જાહેર કરેલા ૧૨,૦૦૦ ખાડાની ચર્ચા માંગતા શાસકોએ ખાડાની ચર્ચા કે તેના પેટા પ્રશ્નોના જવાબો આપવાને બદલે કયાં કેટલું ડામરકામ કરાયું તેની ચર્ચા જ ચાલુ રાખી હતી.
દરમિયાન વિપક્ષએ જીવદયા ટ્રસ્ટ સંચાલિત રાજકોટ મહાપાલિકાના ઢોર ડબ્બામાં થયેલા ગૌ માતાઓના કણ મોત મામલે સવાલો ઉઠાવી ચર્ચા માંગી હતી પરંતુ શાસકો તે મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતા ન હોય ડામર રસ્તાના એકશન પ્લાનના પ્રશ્નની ચર્ચા જ ચાલુ રાખી હતી.દરમિયાન આ સમયે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા રણજીતભાઈ મુંધવા સહિતના કોંગી કાર્યકરોએ ગૌ મોત અંગે બેનરો ફરકાવી વિરોધ પ્રદર્શન કરતા ભારે હોબાળો મચી ગયો હતો. જીવદયા ટ્રસ્ટ સંચાલિત ઢોર ડબ્બામાં રોજ ૩૦થી ૪૦ ગાયના મોત તેમજ જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટી–સંચાલક રાજેન્દ્ર શાહ અને યશ શાહ ગાયોના હત્યારા છે, ગાય માંગે ન્યાય તેવા લખાણ સાથેના બેનરો ફરકાવતા મેયરના આદેશથી વિજિલન્સ પોલીસએ પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી શહેર પોલીસને સોંપ્યા હતા.
ગાયોના મોત મામલે હોબાળો મચ્યા બાદ વિપક્ષએ સ્મશાનના લાકડા સગેવગે કરવાના કૌભાંડ મામલે ચર્ચા માંગી હતી પરંતુ શાસકોએ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કયાં કેટલા ડામર રોડ બન્યા તેની ઉંડાણપૂર્વક તલ સ્પર્શી ચર્ચા જારી રાખતા સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટ્રાચાર કરો છો તેમ કહી વિપક્ષએ લાકડાનો હિસાબ માંગી રાજકીય આક્ષેપબાજીનો દોર ચાલુ રાખતા મેયર એ વિપક્ષના કોર્પેારેટરોને પ્રશ્નની ચર્ચામાં ખલેલ નહીં પાડવા તાકિદ કરી હતી તેમ છતાં વિપક્ષએ સ્મશાનના લાકડા સગેવગે કરવા મામલે ચર્ચાની માંગ કરતા અંતે માર્શલ મારફતે ત્રણેય કોંગી કોર્પેારેટરોની ટીંગાટોળી કરીને સભાગૃહની બહાર ફેંકી દેવાયા હતા.
વિપક્ષી નગરસેવકોની હકાલપટ્ટી બાદ સભાની કાર્યવાહી ચાલુ રહી હતી અને તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech