સનાતન ધર્મના અપમાન બદલ ઉદયનિધિ સ્ટાલિનને કોર્ટનું સમન્સ

  • January 16, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને લગભગ ૪ મહિના પહેલા સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરી હતી. જેના પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. તે મામલામાં પટના હાઈકોર્ટના વકીલ દ્રારા અરજી કરવામાં આવી હતી. જેના પર હવે કોર્ટે ઉધયનિધિને સમન્સ પાઠવ્યા છે અને તામિલનાડુના મંત્રીને ૧૩ ફેબ્રુઆરીએ હાજર થવા ફરમાન જરી કરવામાં આવ્યું છે. જે તે સમયે ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરોથી થતા તાવ સાથે કરી હતી.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ જે રીતે સનાતન ધર્મ વિદ્ધ ટિપ્પણી કરી છે તેના પર સંઘર્ષ વધતો જણાઈ રહ્યો છે. પટનાની એક સ્થાનિક અદાલતે સનાતન ધર્મ વિદ્ધ તેમની ચાર મહિના જૂની ટિપ્પણી પર સમન્સ જારી કયુ છે. કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનને બ અથવા વકીલ મારફતે હાજર થવાનો આદેશ આપ્યો છે. ઉધયનિધિ તમિલનાડુ સરકારમાં મંત્રી પણ છે.અરજીકર્તા વકીલ કૌશલેન્દ્ર નારાયણે કહ્યું કે ઉધયનિધિ સામે સમન્સ પટના એસએસપી ઓફિસને કોર્ટ વતી જરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. પટના હાઈકોર્ટના વકીલ કૌશલેન્દ્ર નારાયણે ૪ સપ્ટેમ્બરૈ કોર્ટમાં કેસ કર્યેા છે.


ઉદયનિધિએ શું કહ્યું હતું

ઉદયનિધિ સ્ટાલિને ૪ મહિના પહેલા સનાતન ધર્મ વિદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે સનાતન ધર્મની તુલના કોરોનાવાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરોથી થતા તાવ સાથે કરી. સ્ટાલિને કહ્યું હતું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેનો નાશ કરવો જોઈએ. આ કેસમાં પટના હાઈકોર્ટના વકીલ કૌશલેન્દ્ર નારાયણે અરજી દાખલ કરી હતી.

પટના કોર્ટે સમન્સ પાઠવ્યું

સ્પેશિયલ જજ સારિકા વાહલિયાએ પટના કોર્ટમાં આ અંગે સુનાવણી કરી હતી. તેણે તમિલનાડુના મંત્રી ઉધયનિધિને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે સમન્સ પાઠવ્યું છે. વિશેષ ન્યાયાધીશે તામિલનાડુના મંત્રીને ૧૩ ફેબ્રુઆરીએ સુનાવણી માટે બ અથવા વકીલ મારફતે કોર્ટમાં હાજર થવા પણ કહ્યું છે.ગયા વર્ષે સપ્ટેમ્બરના પહેલા સાહમાં ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિદ્ધ ટિપ્પણી કરી હતી. ચેન્નાઈમાં લેખકોના સંમેલનમાં બોલતા, તમિલનાડુના મંત્રીએ એવી પણ દલીલ કરી હતી કે સનાતન ધર્મ સ્વાભાવિક રીતે જ પ્રતિકૂળ છે, જે લોકોને જાતિ અને લિંગના આધારે વિભાજિત કરે છે. તે મૂળભૂત રીતે સમાનતા અને સામાજિક ન્યાયનો વિરોધ કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application