આઇએસઆઇ માટે જાસૂસી કરતા બ્રહ્મોસ એન્જિનિયરને કોર્ટે ફટકારી આજીવન કેદ

  • June 04, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાગપુર જિલ્લા અદાલતે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ એન્જિનિયર, નિશાંત અગ્રવાલને જાસૂસી અને પાકિસ્તાનની ગુચર સંસ્થા આઇએસઆઇને ગુ માહિતી આપવા મામલે દોષી જાહેર કર્યા પછી સત્તાવાર આએસએ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટના આદેશ અનુસાર અગ્રવાલને ૧૪ વર્ષની સખત કેદની સજા ભોગવવી પડશે અને તેના પર ૩૦૦૦ પિયાનો દડં પણ લગાવવામાં આવ્યો છે.

એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.વી. દેશપાંડેએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે અગ્રવાલ પર ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬ (એફ) અને ભારતીય દડં પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ ૨૩૫ હેઠળ ઓફિશિયલ સિક્રેટ એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. વિશેષ સરકારી વકીલ યોતિ વજાનીએ જણાવ્યું હતું કે, કોર્ટે અગ્રવાલને ઓફિશિયલ સિક્રેટ એકટ હેઠળ આજીવન કેદ અને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને ૩,૦૦૦ પિયાનો દડં ફટકાર્યેા છે.
અગ્રવાલ નાગપુરમાં કંપનીના મિસાઈલ સેન્ટરમાં ટેકનિકલ રિસર્ચ ડિવિઝનમાં કામ કરતો હતો અને મિલિટરી ઈન્ટેલિજન્સ ડિવિઝન અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર્રના એન્ટી–ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) દ્રારા સંયુકત ઓપરેશનના ભાગપે ૨૦૧૮માં તેની ધરપકડ કરવામાં આવી હતી. બ્રહ્મોસ એરોસ્પેસના ભૂતપૂર્વ એન્જિનિયર વિદ્ધ ભારતીય દડં સંહિતાની વિવિધ કલમો અને કડક સત્તાવાર રહસ્ય અધિનિયમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. અગ્રવાલ બ્રહ્મોસ સુવિધામાં ચાર વર્ષથી કામ કરતો હતો અને તેના પર પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઇએસઆઇ)ને સંવેદનશીલ ટેકનિકલ માહિતી આપવાનો આરોપ હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application