આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી બાબુભાઈ હઠાભાઈ બાંભવાએ આ કામના સામાવાળા એટલે કે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યુરન્સ કુ.લી. પાસેથી તા.13/10/2021 થી તા.12/10/2022 ના સમયગાળા માટે હેલ્થ પોલીસી ા.5,00,000 નું રિસ્ક કવર કરતી પોલીસી વિમા કંપની પાસેથી તેનું પ્રીમીયમ ા.6,862 વસુલ લઈ સદરહુ પોલીસી સામાવાળા વિમા કંપની તરફથી ઇસ્યુ કરવામાં આવેલ છે.
પોલીસીના સમયગાળા દરમ્યાન ફરિયાદીને દુધાગરા ઓર્થોપેડિક હોસ્પિટલ, જામનગર ખાતે દાખલ કરવામાં આવેલ અને ડીસ્ચાર્જ સમરી મુજબ બીમારી થતા ફરિયાદી દ્વારા વિમા કંપનીને જાણ કરવામાં આવેલ અને દુધાગરા ઓર્થોપેડિક હોસ્પિટલ, જામનગર ખાતે તા.18/04/2022 થી તા.22/04/2022 સુધી દાખલ કરવામાં આવેલ અને તા.18/04/2022 ના રોજ ફરિયાદીનું ઓપરેશન પણ કરવામાં આવેલ અને તે દરમ્યાન ઉપરોક્ત સારવારમાં કુલ રૂ.1,77,049 ખર્ચ થયેલ. જે અંગેના તમામ બીલો અને સારવારના કાગળો તા.26/04/2022 ના રોજ કલેઈમ ફોર્મ ભરી સાથે સામાવાળાને મોકલી આપવામાં આવેલ. આ ફરિયાદનું કારણ સામાવાળા દ્વારા તા.16/08/2022 ના રોજ ફરિયાદીનો સાચો અને ખરો કલેઈમ ખોટો અને મનઘડત મનસ્વી નિર્ણય કરી અને કલેઈમ ક્લોઝ કરેલ છે અને જે અંગેનો પત્ર મોકલેલ હોય.
આથી, આ કામના ફરિયાદી બાબુભાઈ હઠાભાઈ બાંભવા દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન-જામનગર સમક્ષ તેઓના વકીલ ભાર્ગવ મહેતા મારફત સેવાકીય ખામી અંગેની ફરિયાદ દાખલ કરેલ.
જે ફરિયાદ કોર્ટ સમક્ષ ચાલી જતા ફરિયાદીના વકીલ ભાર્ગવ મહેતા મારફત ધારદાર દલીલો રજુ કરી લેખિત-મૌખિક પુરાવાઓ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત થયેલ ગ્રાહકની તરફેણના ચુકાદો રજુ કરવામાં આવેલ જે ચુકાદોને માન્ય રાખી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરતો હુકમ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીને વીમા કંપની દ્વારા ા.1,77,049 ફરિયાદની તારીખથી 6 % ના વ્યાજ સહીત તેમજ માનસિક દુ:ખ, ત્રાસ અને ફરિયાદ ખર્ચના અલગથી ા.5,000 ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે.
આ કામના ફરિયાદી બાબુભાઈ હઠાભાઈ બાંભવા તરફે ભાર્ગવ પી. મહેતા એડવોકેટ્સ એન્ડ એસોસિએટ્સના વકીલ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા તેમજ નીલેશ એચ.જાદવએ ફરિયાદીને ઝડપી ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMસૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવનો કહેર, પવનની દિશા બદલાશે, ઠંડીનો પારો ગગડશે
December 19, 2024 10:45 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech