અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પહેલા બે રાયોમાં મતદાન પર પ્રતિબધં લાદવામાં આવ્યો હતો. જયારે હવે તેને અમેરિકન અદાલતે ન્યૂયોર્ક ટાઇમ્સ અને ત્રણ પત્રકારોને છેતરપિંડીના કેસમાં ચાર લાખ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અને કેટલાક પત્રકારોએ ટ્રમ્પની સંપત્તિ વિશે ખુલાસો કર્યેા હતો કે ટ્રમ્પે લોન લેવા માટે તેમની સંપત્તિને વધારીને હતી. ત્યારબાદ ટ્રમ્પે સંસ્થા વિદ્ધ કેસ દાખલ કર્યેા હતો, યારે હવે કોર્ટે પત્રકારો અને સંસ્થાને કેસથી અલગ કરી દીધા છે અને ટ્રમ્પને કાયદાકીય ફી ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને ૨૦૧૮ માં ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની સંપત્તિ અને કરને જાહેર કરવા માટે પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો હતો. ન્યૂયોર્કના ન્યાયાધીશ રોબર્ટ રીડે આદેશમાં જણાવ્યું હતું કે આ કેસમાં મુદ્દાઓની જટિલતા અને અન્ય તથ્યોને જોતાં, ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા ન્યૂયોર્ક ટાઇમ્સ અને પત્રકારોના વકીલોને કાનૂની ફીમાં કુલ ૩૯૨,૬૩૮ ડોલર ચૂકવવા યોગ્ય છે.
ત્યારબાદ ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રવકતા ડેનિયલ રોડસ હોએ કહ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે કાયદો પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે એક શકિતશાળી બળ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech