વીજચોરીની રકમનો ત્રણ ગણો દંડ ૩૦ દિવસમાં ભરવા હુકમ કરતી કોર્ટ

  • October 23, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ કેસની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રહેતા હમીદાબેન અબુભાઈના નિવાસ સ્થાને તા.૦૨/૦૪/૨૦૧૬ ના રોજ વીજ ચેકીંગ દરમ્યાન, વીજ અધિકારીઓએ થાંભલા સાથે ઘર સુધીનો ખાનગી સર્વિસ વાયર જોડીને ડાયરેકટ વીજચોરી પકડી પાડીને રોજકામ કરી મહિલા સામે ઈલેકટ્રીસીટી એકટ હેઠળ રૂા.૫૪,૭૪૧ની વીજચોરીની ફોજદારી ફરીયાદ નોંધાવી હતી.


બીજા કેસની વિગત મુજબ જામનગર જિલ્લાના, લાલપુરના દ્વારકાધીશ પાર્કમાં રહેતા પિયુષ ગોરીયાના રહેણાંક મકાનમાં તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ વીજ ચેકીંગ દરમ્યાન ડાયરેકટ થાંભલેથી વીજ લાઈન લઈને રૂા.૨૦,૮૪૭ની વીજચોરી અંગે ઈલેક્ટ્રીસીટી એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાયેલ હતી.


આ બંને કેસ જામનગરના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ  વિ.પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે રજુ રાખવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ, સાહેદોની જુબાની તથા દલીલોના આધારે બંને આરોપીઓ હમીદાબેન અબુભાઈ તથા પિયુષ ગોરીયાને તકસીરવાન ઠેરાવી સીધી સજા ન કરતા રૂા.૨૫,૦૦૦ના જામીન અને જાત મુચરકા રજુ કરીને એક વર્ષનું પ્રોબેશન આપવા સાથે સાથે બંનેને વીજચોરીના બીલની રકમનો ત્રણ ગણો દંડ ૩૦ દિવસમાં ભરવા હુકમ કરેલ છે.


આ કામમાં વીજ કંપનીના સરકારી વકીલ આર. કે. વસીયર તથા સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News