લગ્નના વાયદાઓ કરી બળાત્કાર ગુજારનાર ગરાસીયા યુવાનને જામીનમુક્ત કરતી અદાલત

  • December 09, 2024 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમામ ફરિયાદોને એક ત્રાજવે તોલવામાં આવે તો આરોપીઓના અધિકારોમાં બંધાણ આવી જશે


આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર સીટી 'સી' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ઉ.વર્ષ ૨૦ વાળાઓએ આરોપી શક્તિસીંહ જોરૂભા ચુડાસમાં સામે ફરીયાદ નોંધાવેલ કે, ભોગ બનનાર અને શક્તિસીહની ઈન્સ્ટાગ્રામ મારફત પરીચય થયેલ અને આ આરોપી શક્તિસીહે ભોગ બનનારને લગ્નની લાલચ આપેલ અને પ્રેમસંબંધ બાંધેલ ત્યારબાદ બંન્ને વચ્ચે જામનગરની અલગ અલગ હોટલે આરોપી લઈ જઈ અને લગ્નની લાલચ આપી અને બળાત્કાર કરેલ અને પોતાની ફર્નીચરની દુકાનમાં પણ બોલાવી અને ભોગ બનનાર સાથે બળાત્કાર કરેલ.


ત્યારબાદ તરછોડી દીધેલ આ ફરીયાદ જાહેર કરવામાં આવેલ, અને ફરીયાદ જાહેર થતાં આરોપી શક્તિસીહ ચુડાસમાંની અટક કરવામાં આવેલ હતા, જેથી આરોપી દ્વારા અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ, જેમાં ફરીયાદ પક્ષે અને તપાસ કરનાર પોલીસ અધિકારી અને સરકારી વકીલ દ્વારા વાંધાઓ લઈ અને દલીલો કરવામાં આવેલ અને તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, સમાજમાં કિસ્સાઓ વધી રહેલ છે તે વાત ખુબજ ખેધજનક છે અને તેમાં સમાજમાં મેસેજ બેસાડવો ખુબજ જરૂરી છે તે બાબત સાથે સહમત છીએ, તેની સાથે સાથે તમામ ફરીયાદોને જો એક જ ત્રાજવે તોલવામાં આવે તો આરોપીઓના હકક અધિકારો જે બંધારણે આપેલ છે તેને તરાપ મારવા સમાજ ગણી શકાય.


હાલના કેશમાં ભોગ બનનાર ૨૦ વર્ષની વ્યકિત છે અને ભલેણ ગલેણ વ્યકિત છે, તેઓએ પણ પ્રેમ સંબંધ હોવાની કબુલાત આપેલ છે આ તો પ્રેમસંબંધનો કિસ્સો છે,સમગ્ર ફરીયાદ સાચી છે કે, ખોટી છે, તે ટ્રાયલ ચાલ્યાબાદ અદાલત સમક્ષ તમામ હકિકતો સામે આવે તેમ હોય અને તે પુરાવાનો વિષય છે, અને આ કિસ્સામાં પ્રેમસંબંધ લવ એન્ડ અફેરનો કિસ્સો હોય, અને એકબીજાની મરજીથી શરીર સુખ બાંધેલ છે અને તેને બળાત્કારનો ઓપ આપવામાં આવેલ છે, તે હકિકતો પુરાવો જોતા પ્રથમદર્શનીય રીતે જણાય આવે છે, તો આ કિસ્સામાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ, તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ.


તે તમામ રજુઆતો અને દલીલો ધ્યાને લઈ અને અદાલતે આરોપી શક્તિસીંહ જોરૂભા ચુડાસમાંને આરોપી પક્ષે થયેલ રજુઆતો અને દલીલો માન્ય રાખી અને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીહ આ૨.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application