વેંચાણ દસ્તાવેજ રદ કરવા તેમજ કબજો પરત મળવા અંગે કરેલ દાવો નામંજુર કરતી અદાલત

  • May 19, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં એરોડ્રામ રોડ ઉપર આવેલ બાંધકામવાળી મીલકત જૂનવાણી બાંધકામ આવેલ છે  બાંધકામવાળી મીલકત ગુજ. હર્ષવર્ધન સુરેન્દ્રનાથ પંડયાના નામે આવેલ હતી, મીલકત ગુજ.એ તેઓની પુત્રી તથા જમાઈને રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજથી વેંચાણ આપેલ હતી જેથી ગુજ.ના પત્નિ હેતલબેન કિશોરભાઈ ગણાત્રા એ તેઓના સસરા હર્ષવર્ધન સુરેન્દ્રનાથ પંડયા તથા સાસુ ભારતીબેન હર્ષવર્ધન પંડયા તથા નણંદ છાયાબેન પ્રદિપકુમાર ભટ્ટ તથા નણંદોઈ પ્રદિપકુમાર પોપટલાલ ભટ્ટ સામે એવો દાવો કરેલ કે આ દાવાવાળી મીલકત ગુજ. એ તેમજ હર્ષવર્ધન પંડયાએ સંયુકત રીતે ખરીદ કરેલ હતી, પરંતુ સુગમતા ખાતર માત્ર હર્ષવર્ધન સુરેન્દ્રનાથ પંડયાનું નામ રાખવામાં આવેલ હતું ત્યારબાદ ડેવલોપમેન્ટ ખર્ચ પણ ગુજ. ધર્મેશ પંડયાની આવકમાંથી ચુકવાયેલ છે તે રીતે સંયુક્ત આવકમાંથી ખરીદ કરેલ મીલકતમાં ગુજ.નો કાયદેસરનો હક્ક, હિસ્સો પોષાય છે અને જેથી પતિની મીલકતોમાં કાયદેસરનો હક્ક હોય જેથી ગુજ.એ તેમની પુત્રી તથા જમાઈ જોગ કરી આપેલ વેંચાણ દસ્તાવેજ રદ કરવા તેમજ કબજો પરત મેળવવા અંગે દાવો દાખલ કરેલ.


ત્યારબાદ ચાલુ દાવે હર્ષવર્ધન સુરેન્દ્રનાથ પંડયા તથા ભારતીબેન હર્ષવર્ધન પંડયા અવસાન પામેલ ત્યારબાદ સદરહું દાવામાં છાયાબેન પ્રદિપકુમાર ભટ્ટ વિગેરેનાઓને સદરહું દાવામાં નોટીસ બજતા છાયાબેન પ્રદિપકુમાર ભટ્ટ વિગેરેનાઓએ વકીલ મારફત દાવાનો વિગતવાર જવાબ રજુ કરેલ અને જેમાં તકરાર લીધેલ તથા વાદી હેતલબેન કિશોરભાઈ ગણાત્રાની પ્રતિવાદી વકીલ દ્વારા વિગતવાર કરેલ ઉલટતપાસ તથા લેખીત તથા મૌખિક દલીલ તથા રજુ કરેલ કાયદાકીય આધારો ધ્યાને લઈ જામનગરના બીજા એડીશ્નલ સીવીલ જજ પી.વી. ચૌહાણની અદાલતમાં ચાલી જતાં દાવો નામંજુર કરેલ અને પ્રતિવાદીને થયેલ દાવાનો ખર્ચ અપાવવા હુકમ કરેલ.


આ ચકચારી કેસમાં પ્રતિવાદી છાયાબેન પ્રદિપકુમાર ભટ્ટ વિગેરે તરકે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application