છરી બતાવી જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં નિર્દોષ ઠરાવતી અદાલત

  • January 20, 2025 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કામના ફરીયાદી વીજુબેન રાજેશભાઈ વરાણીયા દ્વારા હાલના કામના આરોપી સંજય ઉર્ફે અનીસિંગ રમેશભાઈ વડેચા તથા દેવાયત ઉર્ફે દેવો ઉર્ફે લાલો મનસુખભાઈ વડેચા વિરૂધ્ધ હેરાન પરેશાન કરવા બાબતે અરજી આપેલ હોય જે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ એક સંપ કરી એક બીજા સાથે મીલાપી થઈને ફરીયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનું તથા ઈરફાન ઈકબાલ ઘોયલ, ગફાર ઈબ્રાહીમ ખફી, મોહીન ઉર્ફે મોયલો ફારૂકભાઈ બ્લોચ તથા ફૈઝલ હનીફભાઈ ખફીવાળાઓએ ફરીયાદીના મકાનના બારણમાં તથા તેઓની મોટરસાઈકલમાં ધોકા તથા પાઈપ વડે તોડ-ફોડ કરેલ હોવાનું અને તેઓની મિલ્કતને નુકશાન પહોચાડેલ હોવાની ફરીયાદ પોલીસ રૂબરૂ આપવામાં આવેલ હતી.


ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ હતી, તે કેસમાં ત્હોમતદારો વકિલ અર્શ વાય. કારમાણી મારફત હાજર થયેલ અને ગુન્હો કબુલ ન હોવાનું જાહેર કરેલ હતું. ફરીયાદ અને તેના સાહેદોને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવેલ હતા, જે તમામ સાહેદોની તથા ફરીયાદીની ઉલટ તપાસ આરોપીઓ તરફે કરવામાં આવેલ હતી અને ફરીયાદીએ જે સ્ટોરી ઉભી કરીને ફરીયાદ લાવવામાં અને ઉચ્ચ અદાલતોના જુદા-જુદા ચુકાદાઓ રજુ કરાવમાં આવેલ હતા. જે આરોપી તરફે કરવામાં આવેલ રજુઆતો રેકર્ડ પર રહેલ પુરાવાઓ તથા દલીલોના સમર્થમાં રજુ રાખેલ ચુકાદાનો ધ્યાને લઈને આરોપીઓને જામનગરના અધિક ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ એચ. જી. માલીએ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. હાલના કામે આરોપીઓ તરફે ભોજાણી એસોસીએટસનાં યુવા એડવોકેટ અર્થ વાય. કાસ્માણી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application