કર ચોરીના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકિત અદાલત

  • March 01, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના કૈલાશ પ્લાસ્ટિકના માલિક પાસેથી વાણિજ્ય વેરા કચેરીમાં ભરવાની થતી વેરાની રકમ મેળવી અને ચલણમાં ઓછી રકમ ભરી છેતરપિંડી કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપી મણિલાલ મોહનલાલ પોપટને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.


કેસની વિગત મુજબ, શહેરના રૈયા ચોકડી પાસે યોગીનગરમાં રહેતા અરૂણાબેન રજનીકાંતભાઈ ટાંકે રૈયા રોડ સુભાષનગર શેરી નંબર-૪ માં રહેતા મણિલાલ મોહનલાલ પોપટ સામે પ્ર.નગર પોલીસ મથકમાં વાણિજ્ય વેરા કચેરીની રકમ ડુબાડી અને છેતરપિંડી કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વેપારી પાસેથી વાણિજ્ય વેરાની પૂરેપૂરી રકમ લીધા બાદ બેંકમાં ચલણ મારફતે ઓછી રકમ ભરી બાદ વધારાના આંકડાનો ઉમેરો કરી ઉચાપત કર્યાનો ખુલતા પોલીસે મણિલાલ પોપટની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજૂ કર્યું હતું.


આ કેસ ચાલી જતા તમામ હકિકતો જોતા ફરીયાદીપક્ષ પોતાનો કેસ પુરવાર કરી શકેલ ન હોય આરોપી તરફે વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરેલ હતો.આ કેસમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી તથા આસીસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application