વિરુદ્ધ ધર્મના યુગલો લિવ–ઇનમાં રહી શકે નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ

  • March 15, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે યુપી પ્રોહિબિશન ઓફ કન્વર્ઝન એકટ માત્ર વિરોધાભાસી ધર્મેાના લોકોના લો પર જ નહીં, લિવ–ઈન રિલેશનશિપ પર પણ લાગુ થાય છે. તેથી, વિરોધી ધર્મના દંપતી કાનૂની પ્રક્રિયા દ્રારા તેમનો ધર્મ પરિવર્તન કર્યા વિના લિવ–ઇન રિલેશનશિપમાં રહી શકતા નથી. ન્યાયમૂર્તિ રેણુ અગ્રવાલે પોલીસ રક્ષણની માંગ કરતી આંતર–ધાર્મિક દંપતીની અરજીને ફગાવી દીધા પછી આ આદેશ આવ્યો.

કોર્ટે કહ્યું કે, ધર્મ પરિવર્તન માત્ર લના હેતુ માટે જ જરી નથી, પરંતુ લની પ્રકૃતિના તમામ સંબંધોમાં પણ તે જરી છે. હાલના કિસ્સામાં, અધિનિયમની કલમ ૮ અને ૯ મુજબ કોઈ પણ અરજદારે ધમાતરણ માટે અરજી કરી નથી. આર્ય સમાજ મંદિરમાં લની નોંધણી કરાવ્યા બાદ તેઓ લિવ–ઈન રિલેશનશિપમાં રહે છે.


કોર્ટે કહ્યું કે કાયદાની કલમ ૩(૧) મુજબ, કોઈ પણ વ્યકિત ખોટી રજૂઆત, બળનો ઉપયોગ અથવા ગેરમાર્ગે દોરવાથી કોઈ અન્ય વ્યકિતને અન્ય ધર્મમાં ફેરવવાનો પ્રયાસ કરી શકશે નહીં. હિન્દુ છોકરાએ આર્ય સમાજના મંદિરમાં મુસ્લિમ યુવતી સાથે પોતાના લ નોંધાવ્યા હતા. બાદમાં તેઓ લિવ–ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. આ કેસમાં પોલીસ પ્રોટેકશનની માંગ કરતી અરજી કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application