ભાવનગર જીલ્લાના વસ્તેજ પોલીસ મથકમાં દોઢેક વર્ષ પહેલા આશરે ૪૦ થી ૬૦ વર્ષની મહિલાને કપડાથી ગળેટૂંપો દઈ મારી નાંખી સીદસર ગામે રણદેવી આશ્રમથી હીલપાક જવાના રસ્તા ઉપર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ગેઇટ નં.૦૩ ની સામે બાવળની ઝાડી-ઝાખરામાં આવેલ મહાનગર પાલીકાની ટ્રેનેજ ગટર લાઈનના મેઈન હોલમાં સિમેન્ટનું ઢાંકણું બંધ કરી દઈ મૃતદેહનો નિકાલ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં નોંધાયેલા ગુન્હામાં દંપતિની પોલીસે ધરપકડ કરી હતી. વરતેજ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં મહિલાની હત્યા કરીને મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો, પોલીસે મૃતદેહનો કબજો લઈને અજાણ્યા શખસની સામે આઈ.પી.સી. કલમ-૩૦૨,૩૨૩, ૨૦૧ મુજબનો ગુન્હો દાખલ કર્યો હતો. આ ગુન્હાના કેસ પેપરો મેળવી તેનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી માહીતી એકત્રીત કરી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી બનાવ સ્થળના તથા આજુબાજુના સી. સી.ટીવી કેમેરાઓ તપાસવામાં આવ્યા હતા. ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ કરતાં અંગત બાતમીદારોને પણ કામે લગાડયા હતા.
અંતે ઘટના ઉપરથી પડદો ઉંચકાયો હતો અને આ હત્યાની ઘટનામાં હકિકત આધારે સંડોવાયેલ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયા-દેવીપૂજક (રહે.રીંગ રોડ, આસ્થા સોસાયટીની સામે, મેદાનમાં ઝુપડામાં, ભાવનગર)ને ઝડપી લઈ તેની પુછપરછ કરી હતી. જેમાં તેણે પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ કે, પોતે આશરે દોઢેક વર્ષ પહેલા પોતાના પત્નીની સારવાર માટે પૈસાની જરૂરીયાત હોય જેથી તેણે પોતાના ફોઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા (રહે. સીદસર) પાસે પૈસાની માંગણી કરી હતી, તેણે પૈસા નહીં આપતા પોતે તથા પોતાના પત્ની કંચનબેન બંન્ને જણાએ ભિક્ષાવૃત્તિ કરતાં પોતાના ફુઈને વિશ્વાસમાં લઇ તેને ચા માં ધતુરાના બી નો પાઉડર ભેળવી પીવડાવી દીધો હતો. ત્યાર બાદ તેના ફુઈને અર્ધબેભાન કરી મોટર સાયકલમાં બેસાડી હીલપાર્ક ચોકડીથી ઓજ સ્કુલથી આગળ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ગેઇટ નં.૦૩ ની સામે, બાવળના ઝાડી-ઝાખરામાં લઈ જઈ તેની પાસે રહેલ પોટલીમાં રાખેલ રોકડા રૂપિયા તથા સોનાના દાગીના લઈ લીધા હતા. ત્યાર બાદ પતિ-પત્નીએ તેના ફુઈને સાડીના છેડાથી ગળાટુંપો આપી મારી નાંખી ગટરમાં નાંખી દઈ ઉપરથી ગટરનું ઢાંકણું બંધ કરી દીધુ હતુ. હત્યાની ઘટનામાં મુખ્ય સુત્રધાર રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા સામે પોલીસે ગુનો નોંધીને વરતેજ પોલીસે સોંપી દીધો હતો, જે પૂર્વે તેની ક્રાઇમ કુંડળી તપાસવામાં આવતા તેની સામે ભરતનગર અને વરતેજ પોલીસ મથકમાં જાહેરનામા ભંગ, જુગાર, હથિયાર સાથે મળી આવવા સહિતના જુદા જુદા છ ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું. જેમાં ભરતનગર પોલીસ મથકમાં ચાર અને વરતેજ પોલીસમાં બે ગુનામાં તે ઝડપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech