ભાણવડ નજીક બાઇક અકસ્માતમાં દંપતિ ખંડિત

  • July 22, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુધાળા સીમમાં બાઇકની ટકકર : પત્નીને શરીરે ઇજા

ભાણવડ તાબેના દુધાળા સીમ વિસ્તારમાં રહેતા ધનજીભાઈ નથુભાઈ સોલંકી નામના ૬૦ વર્ષના વૃદ્ધ તેમના પત્નીને સાથે લઈને તેમના જી.જે. ૧૦ બીકે ૮૪૬૦ નંબરના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા. ત્યારે દુધાળાથી મોરાણા ગામ તરફ જતા રસ્તે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૨૫ કે. ૮૭૩૪ નંબરના મોટરસાયકલના ચાલક પરબત હરજી નનેરાએ પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, ધનજીભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં ધનજીભાઈને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને પણ નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૨, રહે. દુધાળા)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પરબત હરજી સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. ડી.જે. ઓડેદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
**
દરેડમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બાળકનું મૃત્યુ
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ઝુંપડું બાંધીને રહેતા ભાવેશ જશુભાઈ સોલંકી નામના દેવીપુજક યુવાનનો ત્રણ વર્ષનો પુત્ર યુવરાજ કે જે પોતાના ઝુપડાની બાજુમાં રમતાં રમતાં અકસ્માતે પાણીના ખાડામાં પડી ગયો હતો, અને ડૂબી જવાના કારણે તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application