ડ્રાઇવિંગનું કામ કરતા યુવક સાથે પરિચય કેળવ્યા બાદ મહિલા અને તેના પતિએ પૈસા ઉછીના લીધા હતા. બાદમાં મહિલાએ વધારે સબંધ રાખી અવાર નવાર પૈસા અને પોતા માટે તેમજ દીકરા માટે સોનાના દાગીના, પુત્રી માટે લેપટોપ લેવડાવી કુલ રૂ.7.20 લાખની મત્તા મેળવી યુવકે પૈસાની ઉઘરાણી કરતા દંપતિ અને તેના પુત્રએ યુવકને ફોન કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતા અંતે દંપતિ અને તેના પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ સામે વામ્બે આવાસ ક્વાર્ટરમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મહેન્દ્રભાઈ વિનોદભાઈ લકુમ (ઉ.વ.37)નામના યુવકે યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નંદ વાટિકા એપાર્ટમેન્ટ બ્લોક નં-સી-202માં રહેતા ભરતભાઈ ધાંધિયા તેના પત્ની ચેતનાબેન અને પુત્ર ધાર્મિકના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ચેતનાબેનના વેવાણ તૃપ્તિબેન જોશીની કારનું મેં 11 વર્ષ ડ્રાઇવિંગ કામ કર્યું હતું. આથી એ વખતે ચેતનાબેનના ઘરે વસ્તુઓ આપવા જવાનું થતું હોવાથી ચેતનાબેનના પરિચયમાં આવ્યો હતો. અને એકબીજાના નંબર લીધા હતા. બાદમાં તેના પતિ ભરતભાઈ ધાંધિયા પણ મારા પરિચયમાં આવતા થોડાસમય બાદ ભરતભાઈએ પોતાને ધંધામાટે પૈસાની જરૂર હોવાનું મને કહેતા મેં મારી કાર ઉપર લોન કરાવી ભરતભાઈને પાંચ લાખ આપ્યા હતા. જે બાદ 2022માં ચેતનાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા પુત્ર ધાર્મિકની સગાઇ માટે સોનાનાના દાગીના બનાવડાવ્યા છે જે આર્ય જવેલર્સમાં લેવા જવા છે તો મારે એક લાખ આપવાના છે, આ પૈસા માટે મેં હીરો ફાઈન ક્રોપમાં લોન કરી એક લાખ રૂપિયા આપ્યા હતા. એ સમયે ચેતનાબેનના મને વારંવાર ફોન આવતા અને ફોનમાં બિભિત્સ હરકતો કરતા હતા. પરંતુ આ જોઈ મેં ક્યારેય શારીરિક સબંધ બાંધ્યો નહતો. બાદ એક દિવસ મને આ ચેતનાબેનએ મને ઘર બોલાવી મારીપાસે રડવા લાગ્યા હતા અને તમે સારા માણસો છો કે તમે અમારી હેલ્પ કરી અને મને વિશ્વાસમાં લેતા ચેતનાબેનને પૈસાની જરૂર પડતી તો અવાર નવાર પૈસા આપતો હતો.
એક દિવસ મને ફફોન આવ્યો હતો કે મારે સોનાનું પેન્ડલ લેવું છે તો મેં 70 હજારનું સોનાનું પેન્ડલ રાધિકા જ્વેલર્સમાંથી લઇ આપ્યું હતું. બાદમાં ચેતનાબેનના સોનાના દાગીના રાજકોટ કો.ઓ.બેંકમાં પડ્યા હતા તેના રૂ.70 હજાર મેં ભરી આપ્યા હતા. અને મેરેજમાં જવા 10 હજાર તેમજ રેની દીકરી શિવાનીને વિઝા કાઢવાના હોવાથી તેને રૂ. 2 લાખની જરૂર પડતા મેં બજાજ ફાઇનાન્સ માંથી લોન કરાવી પૈસા આપ્યા હતા. ચેતનાબેનને ઉમિયા મોબાઇલમાંથી 17 હજારનો એક મોબાઈલ લઇ આપ્યો હતો. તેની દીકરી શિવાનીના લગ્ન હોવાથી ચેતનાબેનના પતિ ભરતભાઈએ એક લાખ ઉછીના માગતા આપ્યા હતા. શિવાનીને રૂ.45392નું નવું લેપટોપ લઇ આપ્યું હતું. આમ આ ચેતનાબેન અને તેના પતિ એ કટકે કટકે રોકડ અને દાગીના મળી કુલ રૂ.10,60,000 મારી પાસેથી લીધા હતા જેમાંથી ભરતભાઈએ 3,40,000 પરત કર્યા હતા અને બાકીના 7,20,000 લેવાના બાકી નીકળતા હોય આ પૈસાહી ઉઘરાણી કરતા ચેતનાબેનને મને ફોન કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તેના પુત્ર ધાર્મિકએ ફોન કરી તારું ઘરના બગાડું તો કહેજે તેમ ધમકી આપી હતી અને તેના પતિએ પણ મનફાવે તેમ ગાળો આપી હતી. અને પૈસા નથી તારાથી થાય એ કરી લેજે એમ ધમકી આપી હતી. પોલીસે યુવકની ફરિયાદ પરથી દંપતી અને પુત્ર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech