ફુલ સ્પીડમાં આવેલી કારે ઠોકર મારી : પરિવારજનોમાં ભારે આક્રંદ
જામનગરની ભાગોળે આવેલ નારણપર પાસે ફુલ સ્પીડમાં આવેલી કારે બાઇકને ઠોકરે ચડાવતા ગમ્ખવાર અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થતા ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, આ બનાવ અંગે સ્વીફટ કારના ચાલક સામે ફરીયાદ કરવામાં આવ છે.
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા મનોજ જેન્તીભાઇ ફલીયા (ઉ.વ.38) નામના યુવાને પંચકોશી-બીમાં માતી સ્વીફટ કાર નં. જીજે3એનકે-2641ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ જામનગરની ભાગોળે નારણપર ગામ, ઓમ શાંતી હોટલ પાસે સ્વીફટ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને જયેશભાઇના બાઇકને ઠોકરે ચડાવ્યુ હતું,
આ અકસ્માતમાં ગંભીર ઇજા સબબ જયેશભાઇ તથા તેમના પત્ની કાજલબેનનું મૃત્યુ નિપજયુ હતું. ફરીયાદના આધારે એએસઆઇ જાડેજા તપાસ ચલાવી રહયા છે.
વધુમાં મળેલ વિગત મુજબ નારણપરમાં રહેતા ખેતીકામ કરતા જયેશભાઇ ફલીયા (ઉ.વ.40) અને તેમના પત્ની કાજલબેન બંને જામનગર તેમના કાકાના ઘરે આંટો દેવા તેમજ ખરીદી કરવાની હોવાથી ગઇકાલે સાંજે આવ્યા હતા અને મોડી રાત્રે તેઓ બાઇક પર જવા પોતાના ઘરે નીકળ્યા હતા.
દરમ્યાન સ્પીડમાં આવી રહેલી કારે બાઇકને ટકકર મારતા દંપતિ દુર સુધી બાઇક સાથે ઢસડાયુ હતું અને ગંભીર ઇજાઓ થઇ હતી, દરમ્યાનમાં બંનેના મુત્યુ થતા પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech