લાકડા કાપવા બાબતે ગોરીયારી ગામે દંપતી, પુત્ર ઉપર હુમલો

  • June 13, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુર તાબેના ગોરીયારી ગામે રહેતા કનૈયાભા કેર તથા તેમના પત્ની સુમીબેન આ જ વિસ્તારમાં રહેતા ભાવસંગભા જખરાભા માણેક નામના એક શખ્સના ખેતર પાસે વાડમાંથી લાકડા કાપવા ગયા હતા. ત્યારે આ બાબતે મન દુઃખ રાખી અને આરોપી ભાવસંગભા જખરાભા માણેક, જખરાભા ભીમાભા માણેક, શામરાભા જેઠાભા, કારીયાભા રાયધરભા, કુંભાભા રાયધરભા, જેઠાભા ભીમાભા અને અશ્વિન જેઠાભા માણેક નામના સાત શખ્સોએ એકસંપ કરી, આ દંપતિ સાથે ઝઘડો કરી લાકડી તેમજ પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ બનાવ બનતા વચ્ચે આવેલા તેમના પુત્ર રાયસીભા ઉર્ફે ભીખુભા કનૈયાભા કેર પર પણ આરોપીઓએ હુમલો કરી, બેફામ માર મારી, લોહી લુહાણ કરી નાખ્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે રાયસીભા ઉર્ફે ભીખુભા કેરની ફરિયાદ પરથી તમામ સાત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application