દેશની ટોપ-500 ખાનગી કંપ્નીઓનું વેલ્યુએશન 2022ની સરખામણીમાં 2023માં વધીને રૂ. 231 લાખ કરોડ થયું છે. આ દેશની જીડીપીના 71% છે. ઉપરાંત, જીડીપી સાઉદી અરેબિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર કરતા વધારે છે.
ગતરોજ જાહેર કરાયેલ હુરુન ઈન્ડિયા-એક્સિસ બેંકના અહેવાલ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ત્રીજા વર્ષે ટોચની 500 કંપ્નીઓમાં ટોચ પર છે. તેની મૂડી 15.65 લાખ કરોડ રૂપિયા છે. ટીસીએસ રૂ. 12.4 લાખ કરોડ સાથે બીજા સ્થાને છે.
મર્જર પછી રૂ. 10 લાખ કરોડના મૂલ્યાંકનને પાર કરીને એચડીએફસી બેન્ક ત્રીજા સ્થાને છે. ટોપ-500 કંપ્નીઓમાં લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને કંપ્નીઓનો સમાવેશ થાય છે. આ કંપ્નીઓના વેચાણનો વૃદ્ધિ દર 13% વધીને 952 બિલિયન ડોલર થયો છે. એક્સિસ બેંકના એમડી અમિતાભ ચૌધરીએ કહ્યું કે, આ 500 કંપ્નીઓ 70 લાખ લોકોને રોજગાર આપે છે.
એચસીએલ ટેક અને કોટક મહિન્દ્રા બેંક ટોપ 10માં છે. તો જીઓ ફાઈનાન્શીયલ 28માં સ્થાને છે. 44% કંપ્નીઓ સર્વિસ સેક્ટરની છે. 56% ફીઝીકલ પ્રોડક્ટ વેચે છે. 437 કંપ્નીઓના બોર્ડમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 179 કેસમાં મહિલાઓ સીઈઓ રેન્ક પર છે. 342 કંપ્નીઓના મૂલ્યમાં વધારો થયો છે. 18ના ભાવમાં બમણાથી વધુનો વધારો થયો છે. સુઝલોને 436% વૃદ્ધિ સાથે સૌથી વધુ પ્રોપર્ટીનું સર્જન કર્યું છે.
જિંદાલ સ્ટેનલેસ અને જેએસડબ્લ્યુ ઈન્ફ્રાની સંપત્તિમાં પાંચ અને ચાર ગણો વધારો થયો છે. સ્ટાર્ટઅપ કંપ્નીઓને 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં બાયજુ, ડીલશેર અને ફાર્મ ઈઝીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech