બ્રાન્ડેડ દવાઓ બનાવતી કંપનીની નકલ કરી તેના નામે જ નકલી દવાઓ વેચી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાનું કારસ્તાન
ગાઝિયાબાદમાંથી ઝડપાયું છે.દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચએ નકલી દવાઓની ફેકટરી ઝડપી લીધી છે. દવા વિભાગે સ્થળ પરથી ૧ કરોડ ૧૦ લાખ પિયાની નકલી દવાઓ જ કરી છે, આ નકલી દવાઓ જાણીતી કંપનીઓના નામે પેક કરીને વેચવામાં આવતી હતી.
દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેકટરી પર દરોડા દરમિયાન એક ચોંકાવનાં સત્ય સામે આવ્યું છે. અહીં એલઇડી બલ્બના કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વેચાતી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ ફેકટરી અને વેરહાઉસમાંથી ૧ કરોડ ૧૦ લાખ પિયાની નકલી દવાઓ જ કરી છે.
પોલીસનું કહેવું છે કે આ ફેકટરીમાં બ્રાન્ડેડ દવાઓની નકલ કરીને નકલી દવાઓ બનાવવામાં આવતી હતી. આ તમામ દવાઓ ભારતમાં સૌથી વધુ વેચાય છે. આ ફેકટરીમાં નામાંકિત કંપનીઓની નકલી દવાઓ મોટા પાયે બનાવવામાં આવતી હતી. દવા વિભાગની ટીમે લાખો પિયાની નકલી દવાઓ બનાવવાના સાધનો તેમજ નકલી દવાઓ બનાવવા માટેનો કાચા માલનો મોટો જથ્થો જ કર્યેા છે. દવા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નકલી દવાઓ જે લોકો સ્વાસ્થ્ય લાભ માટે લઈ રહ્યા હતા, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષથી દવા વિભાગ અને પોલીસની આંખમાં ધૂળ નાખીને નકલી દવાઓ બનાવવાની ફેકટરી ચાલી રહી હતી. કારખાનાનો બાહ્ય દેખાવ બતાવવા માટે આરોપીઓએ ગ્રાઉન્ડ લોર પર એલઇડી બલ્બ રિપેર કરવાની ફેકટરી બનાવી હતી યારે ઉપરના માળે નકલી દવાઓ બનાવવાનું કામ મોટા પાયે ચાલતું હતું. યારે ફાર્માસ્યુટિકલ વિભાગના અધિકારીઓએ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક સાહિબાબાદ પોલીસ સ્ટેશન સાથે મળીને રાજેન્દ્ર નગર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી ફેકટરી અને ભોપુરાના ન્યૂ ડિફેન્સ કોલોનીના વેરહાઉસમાં દરોડા પાડીને લગભગ . ૮૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.જેમાં ગેસ, સુગર અને બીપી જેવા રોગોમાં વપરાતી જાણીતી કંપનીઓની નકલી દવાઓનું કન્સાઈનમેન્ટ જ કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી લાખો પિયાનો કાચો માલ, મશીનો અને નકલી દવાઓ મળી આવી છે. તપાસ ટીમે ૧૪ સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે.
ફેકટરીના સંચાલકની ધરપકડ
દવા વિભાગની ટીમે સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં નકલી દવાઓ બનાવવા, વેચવા અને છેતરપિંડીની કલમો હેઠળ કેસ દાખલ કર્યેા છે. તેમજ ફેકટરીના સંચાલક વિજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.નકલી દવાઓ બનાવતી ફેકટરીમાંથી સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ, ગ્લેનમાર્ક જેવી પ્રખ્યાત કંપનીઓની નકલી દવાઓ જ કરવામાં આવી છે. ફેકટરીમાંથી પ્રખ્યાત બ્રાન્ડ કંપનીઓની બનાવટી દવાઓ, ઓમેઝ ડીએસઆર અને પાન ડી કેપ્સ્યુલ્સ, ખાલી કિઓસ્ક, પેકેજિંગ સામગ્રી, હાઈટેક બ્લીસ્ટર પેકેજીગં મશીન, ખાલી કેપ્સ્યુલના શેલનો વિશાળ જથ્થો, એમ્બોસિંગ મશીન, ઈંકજેટ પ્રિન્ટીંગ મશીન મળી આવ્યા છે. વેરહાઉસમાંથી નકલી દવાઓ મળી આવી છે, જેમાં ગ્લોકોનોર્મ જી૨ અને જી૧, ટેલમા –એચ, ટેલમા–એમ, પેન્ટોસીડ ડીએસઆર, ઓમેઝ ડીએસઆર વગેરે સામેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech