આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૯ અને વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ને ધ્યાનમાં રાખીને, ભાજપ સંગઠનમાં વ્યૂહાત્મક ફેરફારો કરી રહ્યું છે. પ્રદેશ અને જિલ્લા સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવ નિયુકત જિલ્લા પ્રમુખ અને મહાનગરોના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક સાધીને પાર્ટીના વોટબેંક અને જનાધારને મજબૂત બનાવશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગણતરીના કલાકોમાં રાયના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં પ્રમુખ પર નિમણૂકની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શ થઈ ચૂકયું છે.
આગામી દિવસોમાં યોજાનાર બેઠકો અને નિમણૂક પ્રક્રિયાઓ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો લાવશે. આ સંગઠન પર્વ ભાજપ માટે લોકસભા ૨૦૨૯ માટેની તડામાર તૈયારીનું પહેલું પગથિયું બનશે.ગુજરાત ભાજપ સંગઠન પર્વ અંતર્ગત આગામી દિવસોમાં મોટા નિર્ણયો લેવામાં આવશે.
રાયના ૩૩ જિલ્લા પ્રમુખો અને ૮ મહાનગર પાલિકા પ્રમુખોની નિમણૂક કરવાની તૈયારીમાં છે. આ વિશેની જાહેરાત આગામી બે દિવસમાં થઈ શકે છે. પ્રદેશ અને જિલ્લ ાવાર સંગઠનાત્મક મજબૂતી માટે આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ભાજપના કલસ્ટર ઇન્ચાર્જ આજ થી વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે. સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા બેઠકઓનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા પ્રમુખોના નામ નક્કી થશે. કેટલાક જિલ્લ ાઓમાં આજે કેટલાકમાં આગામી બે દિવસમાં નામ જાહેર થઈ શકે છે.
ભાજપની સંગઠનાત્મક પ્રક્રિયા મુજબ, જિલ્લ ા પ્રમુખોની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની પસંદગી પર ભાર આપવામાં આવશે.ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાયની મુલાકાત લેશે. પ્રદેશ પ્રમુખ માટેની રેસમાં ઘણા નામો ચર્ચામાં છે, અને આગામી દિવસોમાં તેની સ્પષ્ટ્રતા થઈ જશે.
તમામ જિલ્લા માં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂકથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે લાંબા સમયથી સંગઠનમાં કાર્ય કરી રહ્યા છે, તેઓને જવાબદારીઓ પણ મળશે. કયા જિલ્લ ાના પ્રમુખ કોણ બનશે, એ બાબતે અફવા તેજ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech