રાજકોટના પૂર્વ ચીફ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠીયાની સંપત્તિ જ થશે. રાય સરકારે મનસુખ સાગઠીયાની સંપત્તિ જ કરવા માટેના આદેશ આપ્યા છે. પિયા ૨૩ કરોડ કરતાં વધુની સંપત્તિ સરકાર જ કરશે. મનસુખ સાગઠિયા રાજકોટના ગેમઝોન અિકાંડનો આરોપી છે અને એસીબીએ આવક કરતા વધુ સંપત્તિના કેસમાં માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટના આ લાંચિયા અધિકારી મનસુખ સાગઠિયા સામે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને હવે રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવાશે. મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે વસાવેલી ૨૩.૧૫ કરોડની મિલકતો ટાંચમાં લેવા સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. કાયદેસરની આવક કરતા ૬૨૮.૪૨ ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાય સરકારે મંજૂરી આપી દીધી છે. એસીબીના ડીવાયએસપી કે. એચ. ગોહિલના વડપણ હેઠળની ટીમ દ્રારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે ૨૪ ઓગસ્ટે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે એસીબીએ ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટમાં અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબીએ ૧૬,૦૦૦થી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. સાથે સાથે ૮ બેન્કમાં ૩૭ ખાતાની તપાસ કરવામાં આવી હતી અને ૭૮ સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ૮૫ દસ્તાવેજોને પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા અને તપાસ દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૬ મ્યુનિસપિલ કમિશનર બદલાયા છતાં સાગઠીયાનું એકહથ્થુ શાસન જોવા મળ્યું હતું. અજય ભાદુ, વિજય નહેરા, બંછાનિધિ પાની, ઉદીત અગ્રવાલ, અમિત અરોરા, આનદં પટેલના સમયમાં ટીપીઓ રહ્યો હતો. સાગઠીયા ૨૦૧૪થી ઇન્ચાર્જ અને ૨૦૨૩માં કાયમી અધિકારી તરીકે નીમાયો હતો. ૧૦ વર્ષથી ટાઉન પ્લાનર તરીકે સાગઠીયાનું એકહથ્થુ શાસન રહ્યું હતું. વર્ષ ૧૯૯૫માં મદદનીશ ઇજનેર તરીકે જોડાયો હતો. દાયકાઓથી ટાઉન પ્લાનિંગ શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું અને ખેત મજૂરનો દીકરો કરોડો પિયાનો આસામી બની ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech