પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ૧૩૯ સહિત ૨૧૧ જેટલા માછીમારો નર્કાગાર પરિસ્થિતિમાં જીવન વીતાવી રહ્યા હોવા છતા તેઓને મુકત કરાવવા માટે સરકાર નકકર કાર્યવાહી કરી શકી નથી તો બીજી બાજુ તેઓ તેના પરિવારજનો સાથે અગાઉ પત્ર વ્યવહાર કરી શકતા હતા પરંતુ હવે તેની પણ મનાઇ ફરમાવી દેવામાં આવી હોવાથી પત્રવ્યવહાર પણ બંધ છે ત્યારે આ મુદો રાજ્યસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઉઠાવ્યો છે.
ગુજરાતના માછીમાર જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો એક પ્રશ્ર્ન રાજ્યસભામાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હતો. શક્તિસિંહ ગોહિલે પ્રશ્ર્નમાં પૂછયું હતુ કે, ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે? ભારત સરકારે પ્રશ્ર્નના જવાબમાં લેખિતમાં સ્વીકાર્યુ છે કે ૧ જુલાઇ ૨૦૨૪ના જે યાદી પ્રાપ્ત થઇ છે એ પ્રમાણે ભારતના કુલ ૨૧૧ માછીમારો પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી ૧૩૯ જેટલા ગુજરાતના માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે.
શક્તિસિંહ ગોહિલે આ માછીમારોને તાત્કાલિક પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માંગણી કરી હતી અને જણાવ્યુ હતુ કે માછીમાર ભુલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ સજા મર્યાદિત છે.
એ સજાનો પિરિયડ પૂરો થઇ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી. અપીલો ચાલતી નથી, કેન્દ્ર સરકારે કાઉન્સીલર એકસેસ આપીને નવા કેસોનો નિકાલ થાય તેવો પ્રયત્ન કરવો જોઇએ એવી માંગણી પણ વડાપ્રધાન અને વિદેશમંત્રી પાસે શક્તિસિંહ ગોહિલે કરી હતી.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનીયા ગાંધી ગાંધીજીને મળીને પાકિસ્તાનની કેદમાં આપણા માછીમાર હોય તો પોતાના ઘર પરિવાર સાથે સંદેશા વ્યવહારથઇ શકે એટલા માટે ટપાલ વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. માછીમારના ઘર પરિવારના સારા નરસા સમાચારો એના સુધી પહોંચે એટલા માટે ટપાલ પાકિસ્તાનની જેલમાં જઇ શકતી હતી અને પાકિસ્તાનમાં રહેલા કેદી પોતાના ઘરના સભ્યોને ટપાલ લખી પોતાની જે તકલીફો હોય અથવા પોતાની જે પરિસ્થિતિ હોય તેની વાત કરી શકતા હતા.
આપણા કેદી પાકિસ્તાનની કેદમાં રહ્યા હોય એને કોઇપણ મુશ્કેલી હોય તે તેની વાત પરિવાર અને સરકાર સુધી પહોંચતી હતી. મારા પ્રશ્ર્નના જવાબમાં ભાજપની સરકારે સ્વીકાર્યુ છે કે હવે પાકિસ્તાનની સરકારે આપણા ગુજરાતના કે ભારતના કેદીઓ ત્યાં છે એની સાથે ટપાલ વ્યવહાર બંધ કરી દીધો છે ત્યારે આવો એકતરફી ટપાલ વ્યવહાર બંધ ન થઇ શકે.
કેન્દ્ર સરકારે આ અંગે લાલ આંખ કરવી જોઇએ. પાકિસ્તાનમાં રહેલો ગુજરાતી કે ભારતીય માછીમાર પોતાના ઘર-પરિવાર સાથે સંપર્ક ન કરી શકે એ માનવ અધિકારનો ભંગ છે. ત્યારે જર જણાયે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મુદો ઉઠાવવા કેન્દ્ર સરકાર સમક્ષ શક્તિસિંહ ગોહિલે માંગણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech