રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે 29 અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 24 દાવેદારી રજૂ થયા બાદ નામોનું લિસ્ટ પ્રદેશમાં અને ત્યાંથી નવી દિલ્હી સુધી પહોંચ્યા બાદ મજબૂત દાવેદારોને અગ્રતાક્રમ અપાયા છે પરંતુ હજુ સુધી કોઇ નામ ઉપર મંજૂરીની મહોર લાગી નથી. હવે જ્ઞાતિના ગણિતના સોગઠા મંડાયા છે અને જ્ઞાતિ સમીકરણો ગોઠવ્યા બાદ ટૂંક સમયમાં નવા પ્રમુખના નામની જાહેરાત થઇ જશે. જો રાજકોટ જિલ્લા ભાજપ્ના પ્રમુખપદે પાટીદાર મુકાશે તો શહેરમાં અન્ય સવર્ણ જ્ઞાતિમાંથી પ્રમુખ નિમાશે. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિમાં જ્ઞાતિના ગણિતમાં પારસ્પરિક અસરકતર્િ હોય જિલ્લામાં પાટીદાર પ્રમુખ નિયુક્ત થાય તો રાજકોટ શહેરમાં અન્ય સવર્ણ જ્ઞાતિને ચાન્સ મળી શકે છે. દરમિયાન એવી પણ ચચર્િ છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વિવાદ હોય સમગ્ર ગુજરાતના તમામ પ્રમુખોના નામ એક સાથે જાહેર કરવાને બદલે ઝોનવાઇઝ તબક્કાવાર જાહેર કરાય તેવી સંભાવના છે.
હવે ગમે ત્યારે નવા પ્રમુખનું નામ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે અને જાહેરાત વિલંબિત થાય તો પણ મકરસંક્રાતિથી વધુ વિલંબિત નહીં થાય મતલબ કે 15 જાન્યુઆરી સુધીમાં જાહેર થઇ જશે તેવી વાત છે ત્યારે આજથી એવો મુદ્દો ચચર્મિાં આવ્યો છે કે એક વ્યક્તિને બે હોદ્દા નહીં આપવાની થિયરીને અનુસરીને શહેર પ્રમુખ પદ માટે કોર્પોરેટરની દાવેદારી ધ્યાને લેવામાં આવશે નહીં. રાજકોટ શહેરમાં કુલ 24 દાવેદારો છે તેમાં દેવાંગભાઇ માંકડ, મનિષભાઇ રાડિયા અને પ્રદીપભાઇ ડવ સહિતના ત્રણ કોર્પોરેટરો રેસમાં છે. હાલની સ્થિતિએ દેવાંગભાઇ માંકડની દાવેદારી પ્રબળ મનાય રહી છે પરંતુ જો એક વ્યક્તિને બે હોદ્દા નહીં તે બાબતનો સખ્તાઇથી અમલ થશે તો કોર્પોરેટરોના નામની બાદબાકી થઇ જશે અને અન્ય નામો ઉપર ધ્યાન કેન્દ્રિત થશે.
કોર્પોરેટરોની દાવેદારી ધ્યાને નહીં લેવાનો મુદ્દો જિલ્લા ભાજપ્ના કારણે ઉપસ્થિત થયાનું મનાય રહ્યું છે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા જિલ્લા પ્રમુખ અને યાર્ડના ચેરમેન તેમ બન્ને હોદ્દા ધરાવતા હોય આ મામલે અન્ય દાવેદારોએ પ્રદેશ સુધી વ્યાપક રજૂઆતો કરતા વિવાદ થયો છે. આથી શહેરમાં જિલ્લા જેવો વિવાદ ન થાય તે મુદ્દે ગંભીરતા સેવાઇ રહી છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ચાલતા લોબિંગ વચ્ચે તાજેતરમાં પ્રદેશ નેતાઓ સમક્ષ એવી નવતર માંગ રજૂ કરાઈ હતી કે પ્રમુખ પદ જેને આપવું હોય તેને આપો પરંતુ રાજકોટ લોકસભા મત વિસ્તાર મતલબ કે રાજકોટ સંસદીય મત વિસ્તાર હેઠળના દાવેદારને આપો. પ્રદેશ ભાજપ સમક્ષ દાવેદારોના એક જૂથએ કરેલી રજુઆતમાં એવો તર્ક રજૂ કરાયો હતો કે છેલ્લી બે ટર્મથી પોરબંદર લોકસભા મત વિસ્તાર હેઠળના આગેવાનને રાજકોટ જિલ્લા ભાજપ્નું પ્રમુખ પદ અપાઇ રહ્યું છે, હાલના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ગોંડલના છે અને તે પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે, તેની અગાઉના પ્રમુખ મનસુખ ખાચરિયા જેતપુરના હતા તે પણ પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આગામી દિવસોમાં થનારી નિયુક્તિમાં રાજકોટ જિલ્લા ભાજપ્નું પ્રમુખ પદ રાજકોટ લોકસભા મત વિસ્તાર હેઠળના કોઇ દાવેદાર કે આગેવાનને આપવામાં આવે તેવી બુલંદ માંગ રજૂ થઇ છે.
જિલ્લા ભાજપના 14માંથી 13 પ્રમુખ પાટીદાર- શિવલાલભાઇ વેકરિયા
- ગોવિંદભાઇ પટેલ
- ડો.વલ્લભભાઇ કથીરિયા
- લાલજીભાઇ સાવલિયા
- ડો.મહેન્દ્ર પાડલીયા
- ગોવિંદભાઇ પટેલ
- મોહનભાઇ કુંડારિયા
- લાલજીભાઇ સાવલિયા
- લાલજીભાઇ સાવલિયા
- નાગદાનભાઇ ચાવડા
- ડી.કે.સખીયા
- ડી.કે.સખીયા
- મનસુખભાઇ ખાચરિયા
- અલ્પેશભાઇ ઢોલરીયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાગુ, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
January 20, 2025 11:53 PMબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech