રાજકોટ શહેરમાં હાલ તડકો ગાયબ થઇ ગયો છે અને વાદળો છવાયા છે ત્યારે મનપાએ બુદ્ધિનું દેવાળું કાઢું હોય તેમ મૂર્ખાઈનું પ્રદર્શન કરીને હીટવેવનું એલર્ટ આપ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરીજનો માટે હિટ વેવ એલર્ટ જાહેર કરીને ગરમી– તડકાથી રક્ષણ માટે શું કરવું જોઇએ તેની આરોગ્યલક્ષી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં તા.૧૨થી આજે તા.૧૫ એપ્રિલ સુધી તો માવઠાની આગાહી છે અને માવઠાની આગાહીને અનુસંધાને જ રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ દ્રારા ખેડૂતો અને વેપારીઓને કમોસમી વરસાદથી સાવચેત રહેવા પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રને એકાએક શું સુયું કે હિટ વેવ એલર્ટ આપીને શહેરીજનોને સાવચેત રહેવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે!
મહાપાલિકાના આઇ–વે પ્રોજેકટના સીસી ટીવી કેમેરામાં ગત સાહમાં જ ૪૨ ડીગ્રી સુધી તાપમાન નોંધાયું હતું ત્યારે હવે ચાલુ સાહમાં ચૈત્રી દનૈયા તપશે જેથી મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના હોય મહાનગરપાલિકા દ્રારા શહેરીજનોને બપોરના સમયે બિનજરી બહાર નીકળવાનું ટાળવા, ટોપી–ચશ્માં પહેરવા, પાણી પીતા રહેવા અનુરોધ કરાયો છે. સાથે જ જો કોઇને હિટ સ્ટ્રોક લાગે તો દર્દીને તુરતં તડકો ન હોય તેવી ઠંડી જગ્યાએ ખસેડવા, શરીર ઉપર પાણી છાંટવા અને લીંબુ સરબત આપવા સહિતના ઉપાયો કરવા માર્ગદર્શન અપાયું છે.
તાજેતરમાં જ શહેરીજનોને હવામાનના સમાચારોથી સતત માહિતગાર રહેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ચાર મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરતી પ્રેસ રિલીઝ મહાનગરપાલિકા તત્રં દ્રારા પ્રસિધ્ધ કરાઇ હતી, હાલમાં સખત ગરમીની સ્થિતિ નથી ત્યારે તંત્રવાહકોને અચાનક શું થયું કે હિટવેવનું એલર્ટ આપીને બચવા માટે શું કરવું તેની માર્ગદર્શિકા જાહેર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech