સિવિલ હોસ્પિટલમાં આરટીઆઈ હેઠળ માહિતી આપવી ન પડે એ માટે અરજદારની ખોટી સહી કરી માગવામાં આવેલી મારે માહિતી જોઈતી નથી અરજી પરત ખેંચું છું તેવો લેટર કરી નાખવામાં આવતા સુપ્રિટેન્ડેન્ટ ઓફિસના ક્યાં કારીગરની આ કલાકારી છે તે તપાસનો વિષય બન્યો છે.
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં મહાપાલિકાના સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર સફાઈ કર્મીઓના ફિટનેસ સર્ટીમાં બોગસ સહી સિક્કા થઇ જાય તબીબો સાચા ખોટા અભિપ્રાય આપી દે આવી ગંભીર બાબત આધાર પુરાવા સાથે સામે આવ્યા બાદ વધુ એક ડુપ્લીકેટ સહી કરી આરટીઆઈ અરજી રફેદફે કરવાનું કારસ્તાન સામે આવ્યું છે. આજીડેમ ચોકડી પાસે ઓમ ગજેરા પાર્કમાં રહેતા ગોપાલભાઈ મોરવાડીયાએ ફાયર એનઓસી સહિતના કેટલાક મુદ્દે આરટીઆઈ હેઠળ માહિતી અધિકાર કાયદા નિયમ હેઠળ માહિતી માગવામાં આવી હતી જે પૈકીની કેટલીક માહિતી આપવામાં આવી હતી અને કેટલીક માહિતીમાં બિલની નકલ એન એમસીએચની ફાયર એનઓસીની વિગત આપવામાં ન આવતા અરજદારએ અપીલ કરી હતી.
પરંતુ અપીલમાં અરજદારને સાંભળવા માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ બોલાવે પહેલા જ અરજદારને હવે માહિતી જોઈતી નથી અને આ માહિતી સિવિલના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અને મારા મિત્ર પ્રકાશ ખાંભલાની ચકાસણીથી માગી હતી જે અરજી હું પરત ખેંચું છું તેવી અરજદારની સહી સાથેનો લેટર પણ બનાવી ખાખી નહિ સફેદ કવરમાં રાખી દેવામાં આવ્યો હતો. અપીલની તારીખને સમય વીતવા છતાં અરજદારને સાંભળવા માટે અપીલ અધિકારી સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ ન બોલાવતા અરજદાર તપાસ કરવા માટે ગયા ત્યારે તેમને પોતાની જ સહી સાથેનો લેટર બતાવવામાં આવ્યો હતો. આ જોઈ માહિતી માગનાર અરજદાર પણ ચકરી ખાઈ ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, આ લેટર વહીવટી વિભાગમાં ગયા બાદ ઇનવર્ડ થઇ સુપ્રિટેન્ડેન્ટ અને કચેરી અધિક્ષકની સહી કરી અરજદારને મોકલવાનો હોઈ છે પરંતુ માત્ર એક જ સહી કરી ઈન્વર્ડ કરાવી અરજદારની ખોટી સહીથી આ લેટર ઉભો કરી દેવામાં આવ્યો હોવાનું આક્ષેપ થયો છે. આ જોતા સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં કેટલાક કર્મચારીઓની ભાગીદારીમાં ઘણું બધું રંધાઈ રહ્યું હોવાનું પુરવાર થઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા વોર્ડમાં બબાલ કરી તબીબો ઉપર હુમલો કરવાના બનાવો બાદ બાઉન્સર અને એક્સ આર્મીમેનને સુરક્ષા માટે મૂકી સિક્યોરિટી સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં નાનાથી મોટા દરેક બિલ, ટેન્ડર, વસ્તુની ખરીદી સહિતમાં આચરવામાં આવતા ભ્રસ્ટાચારને દૂર કરવા અને કથળેલી સિસ્ટમને સુધારવા સરકાર કે રાજ્યનું આરોગ્ય વિભાગ શું પગલાં લેશે તે જોવું રહ્યું છે.
સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાં જ ગેરરીતિ તો બીજા સામે ક્યાંથી ફરિયાદ કરે
સિવિલ હોસ્પિટલમાં મહાપાલિકાના સફાઈ કામદારોના અનફિટ સર્ટીફિકેટમાં સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ, તબીબો સહિતનાની બોગસ સહી કરી ચોક્કસ કોન્ટ્રાકટ કર્મીઓ કૌભાંડ આચરી રહ્યા હોય એમ છતાં કોન્ટ્રાકટ એજન્સી કર્મચારીને છૂટા ન કરે અને સુપ્રિટેન્ડેન્ટ ફરિયાદ ન નોંધાવેએ પાછળનું ગણિત પણ ખુદ કી સુરંગ મેં છેદ તો દુસરો ક્યાં કહે જેવો ઘાટ આ પરથી લાગી રહ્યો છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં જ જો આ પ્રકારના અરજદારના બોગસ લેટર બની અને સહી થઇ જતી હોઈ તો અનફિટ સર્ટી તો ઠીક ઘણુંબધું બોગસ બહાર આવે તો નવાઈ પામવા જેવું નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech