બે પ્લાન્ટમાંથી 61500નો મુદામાલ ચોરી કરી ગયા
જામજોધપુર તાલુકાના બાલવા ગામની સીમ સોલાર કમ્પાઉન્ડમાં ત્રાટકેલા તસ્કરો કુલ 61500ની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયા છે આ અંગે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ગઇકાલે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામજોધપુરના તિરુપતી-ચિત્રકુટ સોસાયટમાં રહેતા મિતેશ કાંતીભાઇ બુટાણીની માલિકીના બાલવા સીમ ખાતે રહેતા બંધ કમ્પાઉન્ડવાળા ડીમ્પલ એનર્જી તથા શિવમ એનર્જીના સોલાર પ્લાન્ટમાં ગત તા. 24ના રાત્રના કોઇપણ સમયે અજાણ્યા ઇસમોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
દરમ્યાન પ્લાન્ટમાંથી અજાણ્યા ઇસમોએ ત્રાટકીને ડીમ્પલ એનર્જીમાંથી 600 મીટર કોપર વાયર અને શિવમ એનર્જીના સોલાર પ્લાન્ટમાંથી 425 મીટર કોપર વાયર મળી કુલ 61500ની કિંમતનો મુદામાલ ચોરી કરી તેમજ નુકશાની કરીને નાશી છુટયા હતા. આ ફરીયાદના આધારે જામજોધપુર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણબીર-રણવીર કોરિયોગ્રાફરની પત્નીના બનાવેલા ફૂડના દિવાના
March 28, 2025 12:13 PMખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની કૃતિ રજૂ
March 28, 2025 12:10 PMશ્રેયસ તલપડે સામે કરોડોના ચિટ ફંડ કૌભાંડનો આરોપ
March 28, 2025 12:09 PMકાર્તિક આર્યનની આગામી ફિલ્મના સેટ પરથી ફોટા લીક
March 28, 2025 12:08 PMસગીરા પર દુષ્કર્મ અને પોકસો કેસમાં આરોપીને શંકાનો લાભ
March 28, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech