રાજકોટ મહાપાલિકાની કચેરીમાં ગત સાંજે ઉપલાકાંઠાના તમામ વોર્ડના ભાજપના કોર્પેારેટરોની સંકલન બેઠક યોજાઇ હતી જેમાં મેયર નયનાબેન પેઢડિયાએ વિકાસકામો ફટાફટ પૂર્ણ કરવા માટે આદેશ કર્યેા હતો. ગત સાંજે મેયરએ બેઠક યોયા બાદ આજે સવારે વોર્ડ નં.૧૫ના વિપક્ષના કોર્પેારેટરો દ્રારા તેમના વોર્ડ નં.૧૫માં વિકાસ કામો તો દૂર કોઈ પણ કામ થતા નહીં હોવાના આક્ષેપ સાથે ધરણા કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્રારા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈકાલે તા.૪–૨–૨૦૨૫, મંગળવારના રોજ ઇસ્ટ ઝોનમાં આવેલ વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬,૧૮ કુલ–૬ વોર્ડના કોર્પેારેટરશ્રીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટીંગ હોલ, શ્રી ઝવેરચદં મેઘાણી ભવન, પૂર્વ ઝોન, ભાવનગર રોડ ખાતે મિટીંગ યોજાઇ હતી.
આ મિટીંગમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે રીવ્યુ કરવામાં આવેલ. જેમાં જૂનો મોરબી રોડ પરનાં અસ્થાયી દબાણો દૂર કરવા, વોર્ડ વાઈઝ સફાઈ કામદારોની સંખ્યા, ભગવતીપરા બ્રિજ નીચે સફાઇની વ્યવસ્થા, લાતી પ્લોટમાં નિયમિત સફાઈ, તમામ વોર્ડમાં આવેલ વોંકળાની સફાઈ, તમામ વોર્ડમાં ડ્રેનેજ સફાઈની કામગીરી, ટી.પી. શાખા દ્રારા ગેરકાયદેસર બાંધકામ અંગે આપવામાં આવેલ નોટીસ, વોર્ડ નં.૫ હડકો કવાટર્સ પાસે સફાઈ, સફાઈ માટે મેનપાવર એજન્સીના સફાઈ કામદારની સંખ્યા, ગ્રીનલેન્ડ ચોકડી પાસે અસ્થાયી દબાણો દૂર કરવા, દરેક ગાર્ડનમાં સફાઈ તથા કસરતના સાધનોના રીપેરીંગ, ગાર્ડનમાં રાત્રે લાઈટ ચાલુ રાખવી, વાલ્મિકી આવાસોમાં ભાડૂત અંગે ચેકિંગ કરવું તથા સફાઈ જાળવવી, ઇસ્ટ ઝોનના મુખ્ય માર્ગેા પર બપોર બાદ મોડી રાત્રે સુધી ફોગીંગ કરાવવું, માંડાડુંગર વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા, પૂર્વ ઝોન હસ્તકની બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી, વોર્ડ નં.૬મા જેના દેરાસર પાસેથી આરોગ્ય કેન્દ્ર જવા માટેના રસ્તા પરના દબાણો દૂર કરવા, પેચવર્કનાં કામો કરવા, વોર્ડ વાઈઝ પેન્ડિંગ બાંધકામ પરવાનગી–કમ્પ્લીશન–ઈમ્પેકટના પ્રકરણો, જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી કાંઠાના દબાણો દૂર કરવા, નંદા હોલવાળા વોંકળા પર અસ્થાયી તથા સ્થાયી દબાણ દૂર કરવા, બાપુનગર સ્મશાન ટી.પી. રોડ ખુલ્લો કરવો તથા સ્મશાન પાસે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાં લોકો બાંધકામ વેસ્ટ નાખે છે તેને અટકાવવા, એકતા કોલોનીનાં દબાણ દૂર કરવા, આવાસોમાં ચેકીંગ કરવું, કોઠારિયા ચોકથી ખોખડદળ નેશનલ હાઈવે રોડ પર રેતીના વાહનો–ગેરેજ સહિતના દબાણો દૂર કરવા, ગોવિંદનગર પ્લોટમાં દબાણ દૂર કરવા, દરેક વોર્ડમાં ડ્રેનેજ ફરિયાદ નિકાલ માટે જેટીંગ મશીન આપવું, ન્યુ સાગર–ન્યુ સર્વેાદય–મેહત્પલનગર સોસાયટીમાં દુષિત પાણીની ફરિયાદ વગેરે રજુઆતો વોર્ડના કોર્પેારેટર તરફથી આવેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાજુની ઓરડીમાં ન્હાવા જવાનું કહી યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 10, 2025 02:10 PMરાજકોટના તત્કાલીન પીએસઆઇ સાથે ફલેટમાં રોકાણ કરાવાના નામે ૫.૫૦ લાખની છેતરપિંડી
April 10, 2025 02:05 PMફ્રોડ કેસમાં બિલ્ડરે છોડાવી લીધેલા અસલ દસ્તાવેજો ટ્રાયલમાં રજૂ કરવાનો આદેશ
April 10, 2025 02:03 PMગોકુલનગરમાં પુત્રીઓની મશ્કરીનો ઠપકો આપનાર પિતાની હત્યાના આરોપીની જામીનઅરજી ફગાવાઈ
April 10, 2025 01:53 PMજામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી
April 10, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech