તમિલનાડુના બીજેપી ચીફ કે અન્નામલાઈએ કચ્ચતીવી વિશે આરટીઆઈ દાખલ કરી હતી. હવે આરટીઆઈ સામે આવ્યા બાદ એ વાત સામે આવી છે કે ૧૯૭૪માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ શ્રીમાવો બંદરનાઈકે વચ્ચે સમજૂતી થઈ હતી. આ અંતર્ગત કચ્ચતીવી ટાપુ શ્રીલંકાને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યો હતો. તમિલનાડુમાં લોકસભા પ્રચારને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધીએ આ સમજૂતી કરી હોવાના અહેવાલ છે. સંસદના સત્તાવાર દસ્તાવેજો અને રેકોડર્સ દર્શાવે છે કે કેવી રીતે અસ્થિર ભારતે પાક સ્ટ્રેટમાં ટાપુ પર નિયંત્રણ મેળવવાની લડાઈ એક નાના દેશ સામે હારી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચતીવી પર આરટીઆઈ રિપોર્ટ પર કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ વિપક્ષને ઘેર્યા અને કહ્યું કે નવા તથ્યો દર્શાવે છે કે કોંગ્રેસે કેવી રીતે ક્રૂરતાથી કચ્ચતીવીને છોડી દીધું. આનાથી દરેક ભારતીય નારાજ છે. ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નબળી પાડવી એ ૭૫ વર્ષથી કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર રિપોર્ટ શેર કર્યેા છે. તેણે પોસ્ટ કરીને કહ્યું, આંખો ખોલી નાખે તેવું અને ચોંકાવનાં સત્ય સામે આવ્યું છે. નવા તથ્યો દર્શાવે છે કે કેવી રીતે કોંગ્રેસે કચ્ચતીવીને નિર્દયતાથી છોડી દીધું છે. આનાથી દરેક ભારતીય નારાજ છે. અમે કોંગ્રેસ પર કયારેય વિશ્વાસ કરી શકતા નથી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભાજપના તમિલનાડુ પ્રદેશ પ્રમુખે રાયના લોકોનું ધ્યાન ભટકાવવા માટે એક આરટીઆ દાખલ કરી છે, યારે મહત્વપૂર્ણ જાહેર મુદ્દાઓ પર લાખો આરટીઆઈ પ્રશ્નોને અવગણવામાં આવે છે અથવા નકારી કાઢવામાં આવે છે. તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ અને જવાબો મળે છે. બીજેપીના તમિલનાડુ પ્રમુખ મીડિયાના કેટલાક મૈત્રીપૂર્ણ લોકોના પ્રશ્નોના ખૂબ જ સરળતાથી જવાબ આપે છે, વડા પ્રધાન તરત જ આ મુદ્દો ઉઠાવે છે. આ મેચ ફિકિંસગ જેવું છે
શ્રીલંકામાંથી ૬ લાખ તમિલ લોકોને છોડાવવા ઇન્દિરા ગાંધીએ આ નિર્ણય કર્યેા હતો:કોંગ્રેસ
આ મામલે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યેા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે. જે સંજોગો અને સંદર્ભમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેની અવગણના કરીને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. ૧૯૭૪ માં તે જ વર્ષે યારે કચ્ચતીવી શ્રીલંકાનો ભાગ બન્યું. સિરિમા બંદરનાઈકે–ઈન્દિરા ગાંધી સમજૂતીએ શ્રીલંકામાંથી ૬ લાખ તમિલ લોકોને ભારત પરત મોકલવાની મંજૂરી આપી હતી. એક જ પગલામાં, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૬ લાખ રાયવિહોણા લોકો માટે માનવ અધિકાર અને ગૌરવ સુરક્ષિત કયુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરીલાયન્સના વનતારાથી દ્વારકાધીશની અનંત અંબાણીની પદયાત્રા સંપન્ન
April 07, 2025 12:48 PMમારા માટે માવો લેતો આવ, યુવકે લેવા જવાની ના પાડતા લાફા માર્યા
April 07, 2025 12:42 PMસલાયામાં ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસ
April 07, 2025 12:39 PMશાહરૂખે મન્નત બંગલો છોડ્યો, પરિવાર સાથે પાલી હિલના ફ્લેટમાં શિફ્ટ
April 07, 2025 12:36 PMઅલ્લુ અર્જુન-એટલીની ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરા આઉટ
April 07, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech