'જયા અમિતાભ બચ્ચન' બોલવા બાબતે વિવાદ

  • August 09, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પતિ અમિતાભ બચ્ચનનું નામ તેમના નામ સાથે જોડવામાં આવતાં રાયસભાના સાંસદ ફરી એકવાર ગુસ્સે થયા હતા. આ વખતે રાયસભાના સ્પીકર જગદીપ ધનખડે યારે અમિતાભ બચ્ચનનું નામ સાથે સપા સાંસદ જયા બચ્ચનનું નામ લીધું ત્યારે તે ગુસ્સે થઈ ગયા. સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખડના બોલવાના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. જયા બચ્ચને કહ્યું કે હત્પં એક કલાકાર છું. હત્પં બોડી લેંગ્વેજ સમજું છું. હત્પં અભિવ્યકિત સમજું છું. તેણે કહ્યું કે મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. આ સ્વીકાર્ય નથી. રાયસભામાં આપણે બધા એક સાથી છીએ. જયા બચ્ચનની ટિપ્પણી પર અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા હતા. સભાપતિ ધનખડે જવાબ આપ્યો કે જયા બચ્ચનજી એકટર, ડાયરેકટર વિના કઇં જ નથી. તમે એ નથી જોયું જે મેં જોયું છે.ત્યારબાદ રાયસભામાં ભારે હોબાળો થયો અને વિપક્ષે વોકઆઉટ કયુ. વિપક્ષના સભ્યોએ સંસદમાં દાદાગીરી નહીં ચાલેના નારા લગાવ્યા હતા. ભારે હોબાળા બાદ હવે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ૯ ઓગસ્ટ ૧૯૪૨ના ભારત છોડો ચળવળનો ઉલ્લેખ કરતા અધ્યક્ષે કહ્યું કે આજે સંસદમાંથી નીકળી ગયા હતા. જનતા વિકાસ જોઈ રહી છે. આપણે વિકાસની યાત્રા પર છીએ. હત્પં આ પ્લેટફોર્મનો સંપૂર્ણ જવાબદારી સાથે ઉપયોગ કં છું. તેમણે કહ્યું કે ભારત એક શાંતિપ્રિય દેશ છે. ભારતના પીએમની વૈશ્વિક ઓળખ છે. ભારતે સતત ત્રીજી વખત સરકારનું પુનરાવર્તન કરીને ઈતિહાસ રચ્યો છે. કેટલાક લોકો પાડોશી દેશોનું ઉદાહરણ આપી રહ્યા છે.


જેપી નડ્ડા નિંદા પ્રસ્તાવ લાવ્યા
ગૃહના નેતા જેપી નડ્ડા વિપક્ષ સામે નિંદા પ્રસ્તાવ લાવ્યા હતા. તેમણે ધનખડને કહ્યું કે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, આખો દેશ તમારી સાથે ઉભો છે. તમારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે બેજવાબદાર અને અભદ્ર છે. તેઓ એટલા નીચા પડી ગયા છે કે પક્ષ અને વ્યકિતનો વિરોધ કરવાને બદલે દેશનો વિરોધ કરવા લાગ્યા છે. યારે દેશને વિભાજિત કરવા માંગતી શકિતઓની સાથે વિરોધનો અવાજ પણ જોવા મળે છે, ત્યારે શંકા થાય છે કે પ્રાદેશિક પક્ષોનો એજન્ડા દેશને નબળો પાડવાનો બની ગયો છે. ગૃહની ગરિમા વિશે તેઓ જે કહે છે તેના સંબંધમાં તેમણે તેમના વર્તન પર ધ્યાન આપવું જોઈએ. આ પછી ગૃહની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application