ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યો : સામ સામી પોલીસ ફરીયાદ
જામનગરના સજુબા સ્કુલ રોડ પર રેકડી સાઇડમાં રાખવાના મામલે બધડાટી બોલી હતી જેમાં એકબીજાને ધોકા, ઢીકાપાટુ વડે માર માયર્નિી સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ મારામારીમાં ચારને ઇજા થઇ છે.
જામનગરના સેન્ટ્રલ બેંકની સામે ચાર રસ્તા, મઠફળી ખાતે રહેતા ફ્રુટની લારીવાળા પિયુષ પ્રવિણભાઇ દાવડા (ઉ.વ.24) તથા જીજ્ઞેશ આ બંને ગઇકાલે સજુબા સ્કુલ નજીક મેડીકલ સામેના રોડ પર પોતાની રેકડીઓ રાખીને વેપાર-ધંધો કરતા હતા ત્યારે કાંતીએ પોતાની રેકડી જાહેર રસ્તા પર રાખી ધંધો કરતો હોય જેથી જીજ્ઞેશે તેને રેકડી સાઇડમાં રાખવાનું કહયુ હતું.
જે બાબતે કાંતીએ એકદમ ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલી અને ફોન કરીને અન્ય બે શખ્સોને બોલાવી લીધા હતા, દરમ્યાન લાકડાના ધોકા સાથે ઘસી આવી પિયુષભાઇ કંઇ સમજે તે પહેલા માથાના ડાબી બાજુમાં ધોકા વડે ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી તેમજ જીજ્ઞેશને ધોકા વડે વાંસાના ભાગે મુંઢ માર માર્યો હતો.
આ ઉપરાંત સાહેદ પ્રવિણભાઇ છોડાવવા વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર મારી નીચે પછાડી દઇ માથાના ભાગે ઇજા પહોચાડી હતી અને ખભા પાસે ફ્રેકચર જેવી ઇજા કરી ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
પિયુષભાઇ દાવડા દ્વારા આ અંગે સીટી-બી ડીવીઝનમાં હવાઇચોકમાં રહેતા કાંતી મનસુખ નકુમ, સંજય મનસુખ નકુમ તથા મનસુખ જેરામ નકુમ આ ત્રણેયની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી. સામા પક્ષે હવાઇ ચોક, છાપીયા શેરીમાં રહેતા અને માળી કામ કરતા સંજય મનસુખભાઇ નકુમ (ઉ.વ.27)એ વળતી ફરીયાદ જામનગરના જીજ્ઞેશ તથા પિયુષ નામના બે શખ્સો વિરુઘ્ધ નોંધાવી હતી, જેમા જણાવ્યુ હતું કે ગઇકાલે સજુબા સ્કુલ નજીક ફરીયાદીના ભાઇ રેકડી રાખીને વેપાર કરતા હતા ત્યારે આ બંને શખ્સોએ ફરીયાદીના ભાઇને જેમ ફાવે તેમ બોલ્યા હતા આથી સાહેદે ફરીયાદી સંજયભાઇને ફોન કરીને બોલાવ્યા હતા.
આથી ફરીયાદી અને સાહેદ ત્યા જઇ સમજાવતા બંને આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ ધોકા અને ઢીકાપાટુ વડે સંજયભાઇને માર મારી ઇજાઓ પહોચાડી હતી બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech