વાહનનો કાચ તોડી નાખ્યાની એક સામે ફરિયાદ
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને વેલ્ડીંગકામ કરતા એક યુવાને પોતાની સાથે ફોટો પડાવવા જેવી બાબતે તકરાર કરી પોતાના પરિવારની કારમાં તોડફોડ કરી નાખી નુકસાન પહોંચાડવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ગુલાબનગર રવિપાર્ક વિસ્તારમાં રહેતો ફહીમ ઈરફાનભાઇ મુરીમાં નામનો સીદી બાદશાહ યુવાન કે જે વેલ્ડીંગ કામ કરે છે, જે પોતાની દુકાનની બહાર એક વાહન સાથે ઉભા રહીને ફોટા પડાવતો હતો.
જે દરમિયાન પાડોશમાં રહેતો ઇબ્રાહીમ અકબર વાઘેર ઉર્ફે જોન નામનો શખ્સ આવ્યો હતો, અને મારા પણ ફોટા પાડવાનું કહીને બબાલ કરી હતી. જેથી તેના ફોટા પાડવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને લાકડાના ધોકા વડે ફરિયાદીના પરિવારની કાર નં. જીજે૩એએચ-૨૧૯૮માં તોડફોડ કરી નાખી આગળનો કાંચ તોડી નાખ્યો હતો, અને નુકસાની પહોંચાડી હતી
જે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને આરોપી ઇબ્રાહીમ અકબર વાઘેર સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહીદ પવન કુમારને રાષ્ટ્રપતિ તરફથી કીર્તિ ચક્ર એનાયત, માતાપિતા થયા ભાવુક
July 06, 2024 01:51 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMદેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ગજિન્દર સિંહનું પાકિસ્તાનમાં મોત
July 06, 2024 01:44 PMસહમતિી સંબંધના કિસ્સામાં પોક્સોનો દુરુપયો છે:અલ્હાબાદ હાઈકોર્ટ
July 06, 2024 01:41 PMહાલારમાં 1.20 લાખ હેકટર જમીનમાં થયું વાવેતર: ખેડુતો વાવણી કાર્યમાં જોડાયા
July 06, 2024 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech