ખાંભોદરથી નગરપાલિકાની ટ્રોલી મારફતે લઇ જવાતા પશુઓને લીધે સર્જાયો વિવાદ

  • October 04, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નગરપાલિકાને એવો કેવો પ્રેમ કે ગામડાના  પશુઓની હેરાફેરી માટે ટ્રોલી આપે?: જીવદયાપ્રેમીઓ
પોરબંદર શહેરભરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ વધ્યો છે અને શહેરમાંથી પણ પૂરતા  પ્રમાણમાં પશુઓને નગરપાલિકા પકડીને ઓડદરની ગૌશાળાએ સાચવતુ નથી કારણકે ઓડદરની ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નહી હોવાથી અનેક પશુઓને પોરબંદરમાંથી પકડીને રાખવામાં આવે છે ત્યારે તેઓ મોતને ભેટી ચૂકયા છે તેથી જીવદયાપ્રેમીઓએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે પોરબંદર નગરપાલિકાને એવો કેવો પ્રેમ કે ગામડાના પશુઓની હેરાફેરી માટે ટ્રોલી ભાડે આપે ? ઉપરાંત પશુઓની હેરાફેરી અંગે કોઇપણ દાખલો કે દસ્તાવેજો પણ મળી આવ્યા નહી હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું. અને તેથી જ આ પશુઓને ગૌશાળાએ લઇ જવાના બદલે પુન: ખાંભોદર લઇ જવાયા હતા તેથી નકકી કંઇક ખોટુ રંધાયુ હોવાની આશંકા દર્શાવી છે. જીવદયાપ્રેમીઓએ તો ત્યાં સુધી જણાવ્યુ હતુ કે તેમની પાસે વિડીયોમાં પૂરાવા ‚પે એવી કબુલાત કરતા એ લોકો જોવા મળ્યા છે કે તેઓ કોઇ ગૌશાળા ખાતે પશુઓને લઇ જતા ન હતા પરંતુ અંતરીયાળ જગ્યાએ તેમને મૂકી  દેવાના હતા ત્યારે શું નગરપાલિકાનું તંત્ર પોતાની ટ્રોલી  ગામડાઓમાંથી પશુઓને ભરવા માટે કોઇને ફાળવી શકે? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News